તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bank Transaction Through Cards Will Be Enable On Aadhaar Based Bio metric Verification

હવે કાર્ડ દ્વારા પેમેન્ટ માટે નહિ પડે PINની જરૂર, આધારથી થઇ જશે ટ્રાન્ઝેક્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવા માટે હવે આગામી વર્ષથી પિન (PIN)ની જરૂર નહિ પડે. રિઝર્વ બેન્કે ગુરુવારે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં બેન્કોને આદેશ આપ્યો છે કે તેઓ 1 જાન્યુઆરી, 2017થી આધાર કાર્ડના બાયોમેટ્રિક નિશાનના આધારે પણ ટ્રાન્ઝેક્શન પૂરું કરવા ટેકનિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પોતાની તૈયારી પૂરી કરે. જોકે, પિન દ્વારા પણ વેરિફિકેશન માન્ય રહેશે.
આધાર બેઝ્ડ બાયોમેટ્રિક વેરિફિકેશન
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે દેશમાં આધાર કાર્ડ ધારકોની સંખ્યા વધી છે. તેથી બેન્કોને એ આદેશ આપવામાં આવ્યો છે કે આધાર બેઝ્ડ બાયોમેટ્રિક વેરિફિકેશન મારફત ટ્રાન્ઝેક્શન શક્ય બનાવવાની વ્યવસ્થા કરવામાં આવે. બેન્કોને એ જણાવવામાં આવ્યું છે કે આ બાબતે બેન્કોને કહેવામાં આવ્યું છે કે તેઓ 1 જાન્યુઆરી સુધી ટેકનિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પોતાની તૈયારી પૂરી કરી લે. જેથી નવી વ્યવસ્થા લાગુ કરી શકાય.
ઇવીએમ ગ્લોબલી એક્સેપ્ટેડ સ્ટાન્ડર્ડ

બેન્કોને એવું પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ ટ્રેડિશનલ કાર્ડ્સને ઇવીએમ ચિપ આધારીત કાર્ડમાં બદલે. આરબીઆઇનું કહેવું છે કે ઇવીએમ કાર્ડ પેમેન્ટ માટે ગ્લોબલી એક્સેપ્ટેડ સ્ટાન્ડર્ડ છે. આખા વિશ્વમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...