ભગવાન બાલાજી બાદ હવે મહાકાલનું ખૂલશે ડિમેટ એકાઉન્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્દોરઃ આંધ્રપ્રદેશના કુબેર ભંડારી તિરુપતિ બાલાજી મંદિરની જેમ હવે મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર મંદિર સહિત 6 મંદિરના નામે ડીમેટ એકાઉન્ટ ખોલવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો બધું યોગ્ય રીતે પાર પડશે તો દેશ-વિદેશમાં ભસ્મ આરતી માટે જાણીતા ઉજ્જૈનના મહાકાલેશ્વરને પણ શેરનું દાન કરી શકાશે. મહાકાલેશ્વર ઉપરાંત આ મંદિરના ડિમેટ એકાઉન્ટ ખોલવા પર થઈ રહ્યો છે વિચાર...
- ડિમેટ એકાઉન્ટ ખૂલ્યા બાદ ભક્તો ભગવાનને શેર પણ દાન કરી શકશે. જેનાથી મંદિરની આવકમાં વધારો થશે.
- ઉજ્જૈનના મહાકાલેશ્વર
- ખંડવાના ઓમકારેશ્વર
- સિહોર જિલ્લાના સલકનપુર સ્થિત બિજાસન દેવી મંદિર
- સતના જિલ્લાના મેહર દેવી મંદિર
- ઈન્દોરના ખજરાના ગણેશ મંદિર
- ટીકમગઢ જિલ્લાના ઓરછા સ્થિત રામરાજા મંદિર એમ કુલ 6 મંદિરના ડિમેટ એકાઉન્ટ ખોલવા પર વિચાર થઈ રહ્યો છે.
- આ છ જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને આ યોજનાનું પરીક્ષણ કરીને તેમના સૂચનો મોકલવા કહેવામાં આવ્યું છે.
શેરની આવક ખજાનામાં જમા કરાવાશે
- મંદિરને દાનમાં મળેલા શેરોનું શું કરવું તે અંગેનો નિર્ણય સંબંધિત મંદિરની સમિતિ નક્કી કરશે.
- શેરથી થનારી આવક મંદિરના ખજાનામાં જમા કરાવવામાં આવશે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, મહાકાલેશ્વરને ભક્તો શેનો સૌથી વધાર ચઢાવો કરે છે
અન્ય સમાચારો પણ છે...