તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપિયો 7 પૈસા ઘટાડા સાથે 68.69/$ પર ખૂલ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ કારોબારી સત્ર અને ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસ સોમવારના રોજ ડોલર સામે રૂપિયાની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી અને બજેટ બાદ રૂપિયો મજબૂતી સાથે બંધ થયો હતો.. આજે 1 ડોલર સામે રૂપિયો 7 પૈસા ઘટાડા સાથે 68.69ના સ્તર પર ખૂલ્યો હતો અને દિવસના અંતે મજબૂતી સાથે 68.42ના સ્તર પર બંધ રહ્યો હતો. શુક્રવારે રૂપિયો 2 પૈસા ઘટાડા સાથે 30 મહિનાના તળિયે 68.73 પર ખૂલ્યો હતો અને દિવસના અંતે મજબૂતી સાથે 68.62ના સ્તર પર બંધ રહ્યો હતો.
રૂપિયાની શરૂઆત
રૂપિયો 68.62/$ની સરખામણીએ 68.69/$ના સ્તર પર ખૂલ્યો છે.
રૂપિયામાં વોલેટિલિટી વધવાની શક્યતા

નિષ્ણાતોના મતે, રૂપિયામાં વોલેટિલિટી વધવાની શક્યતા એ કારણે છે કે ક્રુડ ઓઇલ ઉત્પાદક દેશોએ ઉત્પાદનમાં કાપ મૂકવાના બદલે તેને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. વળી, ચાઇનીઝ યુઆનની દિશા અંગે પણ અનિશ્ચિતતા છે.
69ના સ્તર સુધી જઈ શકે છે રૂપિયોઃ એક્સપર્ટ
આનંદ રાઠીના પૂર્વ વીપી રામ પિતરેના જણાવ્યા મુજબ રૂપિયાનો ઓલ ટાઈમ લો 68.84 છે, જ્યાં સુધી રૂપિયો તેને પાર નહીં કરે ત્યાં સુધી આરબીઆઈ અને સરકાર તેમાં દખલ નહીં કરે. આગમી 1-2 મહિનામાં ઉતાર-ચઢાવ ચાલુ રહેશે. આગળ રૂપિયો 69ના સ્તર સુધી જઈ શકે છે. પિતરેના કહેવા મુજબ, યુઆનમાં હાલ ડેપ્રિસિએશન થઈ રહ્યું નથી પરંતુ ચીન ગમે ત્યારે યુઆનને ડેપ્રિસિએટ કરી શકે છે. ઈક્વિટી માર્કેટમાં ઘટાડાની અસર પણ રૂપિયા પર પડી રહી છે. બજેટ સુધી રૂપિયો અને ઈક્વિટી માર્કેટ દબાણમાં રહેવાની આશા છે.
રેટિંગ એજન્સી કેયરના જણાવ્યા મુજબ, ડોલરની સરખામણીએ રૂપિયો ટૂંકાગાળામાં 69નું સ્તર તોડીને 69.5 સુધી ઘટી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો, કેમ ઘટી રહ્યો છે રૂપિયો અને શું અસર થશે...