તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂપિયામાં પુનઃ ધોવાણ: ઓલ ટાઇમ લોની નજીક, વધી શકે છે મોંઘવારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આગામી દિવસોમાં મોબાઈલ ફોન, ટીવી અને બીજી ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સથી લઈને ઓટો મોબાઈલના ભાવમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત દાળ અને ખાદ્ય તેલની કિંમત વધી શકે છે. જેના પરિણામે મોંઘવારી વધી શકે છે. કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક કંપનીઓ પર સતત ડોલરની સામે નબળા પડી રહેલાં રૂપિયાને લઈને દબાણ છે.
આજે ડોલર સામે રૂપિયો 30 મહિનાના નવા નીચલા સ્તર પર પહોંચી ગયો છે. હાલ રૂપિયો 68.75ના સ્તર પર છે. આ સંજોગોમાં પ્રોડક્ટ્સની કિંમતમાં 2 થી 3 ટકા સુધી વધારો થવાની સંભાવના છે.
રૂપિયામાં કેમ થઈ રહ્યો છે ઘટાડો
જાપાનની કરન્સી યેનમાં આવેલા ઘટાડાના કારણે ડોલરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત અમેરિકામાં ફુગાવાનો દર વધવાના સંકેતો પછી એવી શક્યતા વધી ગઇ છે કે માર્ચમાં ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં વધારો કરી શકે છે. તે પછી ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે.
ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સના વધી શકે છે ભાવ
વિડિયોકોનના ચીફ ઓપરેટિંગ ઓફિસર(સીઓઓ) સી.એમ.સિંહએ મનીભાસ્કરને જણાવ્યું હતું કે, ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો થવાથી કંપનીની પ્રોડકશન કોસ્ટ પર દબાણ પડી રહ્યું છે. જો રૂપિયામાં સ્થિરતા નહિ આવે તો પ્રોડકટોની કિંમતોમાં વધારો કરવો પડી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રૂપિયામાં હજુ વધુ ઘટાડો આવી શકે છે.
પેનાસોનિક ઈન્ડિયા, સાઉથ એશિયાના એમડી મનીષ શર્માએ મનીભાસ્કરને જણાવ્યું હતું કે, રૂપિયામાં આવેલી નબળાઈના કારણે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ અને એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ માટે કમ્પોનેન્ટ કોસ્ટ વધી ગઈ છે. તેનાથી પ્રોડક્ટની કિંમતમાં પહેલાંથી જ 4 થી 6 ટકાનો વધારો થઈ ચૂક્યો છે.
ગોદરેજના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે અહીં રૂપિયામાં ઘટાડો આવવાની સાથે કોમોડિટીની કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે. આ કારણે કાચા માલની પડતર કિંમતમાં બેલેન્સ જોવા મળી રહ્યું છે. જોકે કંપનીઓએ વધારો કરતા પહેલા તમામ ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. કંપનીઓ 65થી 66 રૂપિયા પ્રતિ ડોલર પર કામ કરે છે. જો રૂપિયાનું સ્તર વધશે તો કંપનીઓની ચિંતા વધશે.
કારોની કિંમત પર પડી શકે છે અસર
કાર કંપનીઓના જણાવ્યા પ્રમાણે, રૂપિયો નબળો થવોએ ઓટો ઈન્ડસ્ટ્રી માટે સારો સંકેત નથી. આ કારણે કિંમતોમાં વધારો આવી શકે છે. ઈનપુટ કોસ્ટમાં વધારો થતા જાન્યુઆરીમાં કાર કંપનીઓએ કિંમતોમાં 5 ટકાનો વધારો કર્યો હતો. આ સંજોગોમાં જો રૂપિયો ડોલરની સરખામણીમાં 69-70ની નજીક પહોંચશે તો ફરી એક વાર કિંમતોમાં વધારો થઈ શકે છે.
દાળ અને ખાદ્ય તેલની કિમત વધશે
પહેલેથી કિગ્રાદીઠ રૂ. 190-200ના ભાવે વેચાઇ રહેલી દાળ રૂપિયામાં નબળાઇને કારણે વધુ મોંઘી થઇ શકે છે. દેશમાં હાલમાં 235 લાખ ટનની માગ છે. જ્યારે સામે ઉત્પાદન આશરે 175 લાખ ટન છે. તે જોતા સરકારે આયાત પર નિર્ભર રહેવું પડશે. સોલ્વન્ટ એક્સટ્રેકર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના અનુસાર ડિસેમ્બર 2015માં વનસ્પતિ તેલની આયાત 24 ટકા વધી છે. તેમાં ખાદ્ય તેલની આયાત 14.07 લાખ ટન સુધી પહોંચી ગઇ છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ડોલર સામે રૂપિયો કેટલો નબળો પડ્યો..