તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાંદીમાં રૂ. 600નો કડાકો, સોનામાં સુસ્તી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા વર્તમાન સ્તરેથી માગમાં ઘટાડો થતાં સતત 3 દિવસથી વધી રહેલાં સોનાના ભાવમાં આજે ઘટાડો થયો હતો. ચાંદીમાં રૂ. 600નું ગાબડું પડતાં ફરીવાર 37,000થી નીચે આવી ગઈ હતી.
સતત 3 દિવસથી થતો વધારો અટક્યો
દિલ્હી બુલિયન માર્કેટમાં સતત 3 દિવસથી સોનાના ભાવમાં થઈ રહેલો વધારો અટકી ગયો હતો. આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 40 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 29,250 રૂપિયા પર પહોંચ્યો હતો. ગત 3 સત્રમાં સોનામાં 380 રૂપિયાનો વધારો થયો હતો.
ચાંદી ફરી 37,000થી નીચે
ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવનારાની માગના અભાવે ચાંદીના પ્રતિ કિલોગ્રામનો ભાવ 600 રૂપિયા કડાડા સાથે 36,600 રૂપિયા થયો હતો. ચાંદી ફરી 37,000ની સપાટીથી નીચે આવી ગઈ છે. શુક્રવારે ચાંદીમાં 50 રૂપિયાનો ઘટાડો થયો હતો.
બુલિયન ટ્રેડર્સના જણાવ્યા મુજબ, ડોલરમાં મજબૂતી અને યુરોપિયન માર્કેટમાં તેજીના કારણે ઘર આંગણે સોનાના ભાવ પર દબાણ છે.
દિલ્હીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ આજે 40 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 29,250 અને રૂ. 29,100 પર પહોંચ્યો છે. સિક્કા બનાવનારાં અને ઔદ્યોગિક ગૃહોની માગના અભાવે ચાંદીનો ભાવ 600 રૂપિયા ઘટીને 36,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં જાણો, સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના ભાવ