નવી દિલ્હીઃ નોન યુરિયા ફર્ટિલાઈઝરના ભાવ ઓછા કરવા માટે સરકાર અને પ્રાઈવેટ ફર્ટિલાઈઝર કંપનીઓ વચ્ચે ચાલી રહલું ધર્ષણ પુરુ થશે તેવું લાગી રહ્યું છે. ફર્ટિલાઈર કંપનીઓએ ભાવ ઘટાડવા અંગેના સંકેત તો આપ્યા છે, પરતું આ માટે કંપનીઓએ સરકારની સામે શરતો મૂકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફર્ટિલાઈઝર કંપનીઓ પહેલા પોતાના રોકાયેલા સબસિડી એરિયરની કલીયર કરવા માંગે છે, જે 40 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવે છે. બાદમાં તે ડીએપી, પોટાશિક અને ફાસ્ફોરિક ફર્ટિલાઈઝર્સના ભાવ ઘટાડી શકે છે.
સબસિડી ખતમ કરવાની હતી ચેતવણી
છેલ્લા થોડા દિવસોમાં સરકારી કંપનીઓએ નોન યુરિયા ફર્ટિલાઈઝર્સમાં ડીએપીના ભાવમાં 2,500 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો કર્યો હતો. સરકારી કંપનીઓ રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર્સ(આરસીએફ) અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ(એનએફએલ)એ પોટાશિર ફર્ટિલાઈઝર એમઓપી ( મ્યુરેટ ઓફ પોટાશ)ના ભાવ 5,000 રૂપિયા પ્રતિ ટન ઘટાડયા હતા. જોકે સરકારી કંપનીઓના ભાવ ઘટાડાનો ફાયદો ખેડૂતોને મળ્યો નથી. તે પાછળનું કારણ એવું છે કે ફર્ટિલાઈઝર્સના 90 ટકા માર્કેટ પર પ્રાઈવેટ કંપનીઓનો કબ્જો છે.
આગળની સ્લાઈડમાં જાણો કંપનીઓએ શું મૂકી છે શરત...