તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સપ્તાહના અંતિમ દિવસે સોનામાં રૂ.40, ચાંદીમાં રૂ.50નો ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા વર્તમાન સ્તરેથી માગમાં ઘટાડો થતાં સોના-ચાંદીના ભાવમાં ગઈકાલે આવેલો ઊછાળો આજે અટકી ગયો હતો.
સપ્તાહના અંતિમ દિવસે સોનામાં થયો ઘટાડો
દિલ્હી બુલિયન માર્કેટમાં જ્વેલર્સ અને રિટેલર્સની માગના અભાવે સોનાના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો થયો હતો. આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 40 રૂપિયા ઘટીને 29,250 રૂપિયા પર આવ્યો હતો. ગઈકાલે સોનાનો ભાવ 540 રૂપિયા ઊછળી ફરીવાર 29,000ની સપાટીને કૂદાવી ગયો હતો.
સપ્તાહ દરમિયાન સોનામાં 300 રૂપિયાનો વધારો
સપ્તાહની શરૂઆત સોમવારના રોજ સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 28,950 રૂપિયા હતો. જે શનિવારના રોજ 29,250 રૂપિયા પર પહોંચ્યો છે. સમગ્ર સપ્તાહ દરમિયાન સોનામાં 300 રૂપિયાનો વધારો થયો છે.
સોનાના પગલે ચાંદીના ભાવમાં પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. ચાંદીના પ્રતિ કિલોગ્રામનો ભાવ આજે 50 રૂપિયા ઘટીને 37,425 રૂપિયા થયો હતો. શુક્રવારે ચાંદીના ભાવમાં 375 રૂપિયાનો વધારો થયો હતો.
સપ્તાહ દરમિયાન ચાંદીમાં 400 રૂપિયાનો વધારો
સપ્તાહની શરૂઆત સોમવારના રોજ ચાંદીના પ્રતિ કિલોગ્રામનો ભાવ 37,025 રૂપિયા હતો. જે શનિવારના રોજ 37,425 રૂપિયા પર પહોંચ્યો છે. સમગ્ર સપ્તાહ દરમિયાન ચાંદીમાં 400 રૂપિયાનો વધારો થયો છે
ટ્રેડર્સના જણાવ્યા મુજબ, વૈશ્વિક નબળા સંકેત તથા જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા નવી ખરીદી ન કરવામાં આવતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે.
દિલ્હીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ આજે 40 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 29,250 અને રૂ. 29,100 પર પહોંચ્યો છે. સિક્કા બનાવનારાં અને ઔદ્યોગિક ગૃહોની માગના અભાવે ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 37,425 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.