તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનુ રૂ.200 ઘટી બે સપ્તાહ નીચેની કિંમતે, ચાંદીમાં રૂ.240 ઘટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ માગ ઘટવા ઉપરાંત નબળા વૈશ્વિક સંકેતોના પગલે સોના અને ચાંદીની કિંમતોમાં સોમવારે ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં હાજર સોનાનો ભાવ રૂ.200 ઘટીને રૂ.30,550 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો. આમ, સોનામાં આ છેલ્લા બે સપ્તાહમાં જોવા મળેલી નીચી સપાટી છે. ઘરેલું બજારમાં જ્વેલર્સની માગ ઘટવાથી સોનાની કિંમત નબળી પડી છે.
જ્યારે ચાંદીના ભાવ પણ રૂ.240 ઘટીને રૂ.46,260 પ્રતિ કિલોગ્રામ થઇ ગયા છે. ઇન્ડસ્ટ્રીયલ અને કોઇન મેકર્સની માગ ઘટવાથી ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો

શુક્રવારે અમેરિકન ઇકોનોમીના જાહેર થયેલા આંકડામાં સુધારાના સંકેત મળ્યા હતા.. ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દર વધારી શકે છે. તેથી સોનામાં સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરીકેની માગ ઘટેલી જોવા મળી છે. ગ્લોબલ માર્કેટમાં સોનુ 1 ટકા ઘટીને 1324 ડોલર પ્રતિ ઔંસ પર ચાલે છે.
ઘરેલું બજાર પર દબાણ

ઘરેલું બજારમાં 99.9 કેરેટ સોનુ રૂ.200 ઘટીને રૂ.30,550 અને 99.5 કેરેટ સોનુ રૂ.30,400 પ્રતિ 10 ગ્રામ થયું છે. શનિવારના કારોબારમાં સોનામાં રૂ.50 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો હતો. સાપ્તાહિક ધોરણે ચાંદી રૂ.345 ઘટીને રૂ.47,000ની નીચે ઘટી ગઇ હતી.
બીજી બાજુ ચાંદીના સિક્કાની કિંમત રૂ.1000 પ્રતિ 100 સિક્કાનો ઘટાડો આવ્યો હતો. 100 સિક્કાની ખરીદી માટે રૂ.73,000 અને વેચાણ માટે રૂ.74,000ની કિંમત બોલાઇ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો