તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનામાં સતત ત્રીજા દિવસે વધારો, ચાંદીમાં રૂ.50નો ઘટાડો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વૈશ્વિક સકારાત્મક સંકેત અને ઘર આંગણે જ્વેલર્સ દ્વારા ખરીદી કરવામાં આવતા સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે સુધારો થયો હતો. ચાંદીના ભાવમાં આજે ઘટાડો થયો હતો.
3 સત્રમાં સોનુ 380 રૂપિયા વધ્યું
દિલ્હી બુલિયન માર્કેટમાં જ્વેલર્સ અને રિટેલર્સની લગ્ન સીઝનની ખરીદી નીકળતાં સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો હતો. આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 5 રૂપિયાના સામાન્ય વધારા સાથે 29,290 રૂપિયા પર પહોંચ્યો હતો. ગત બે સત્રમાં સોનામાં 375 રૂપિયાનો વધારો થયો હતો.
ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવનારાની નહીંવત માગના પરિણામે ચાંદીના પ્રતિ કિલોગ્રામનો ભાવ 50 રૂપિયા ઘટીને 37,200 રૂપિયા થયો હતો. ગુરુવારે ચાંદીમાં 150 રૂપિયાનો વધારો થયો હતો.
સોનાના ભાવમાં કેમ થયો વધારો
બુલિયન ટ્રેડર્સના જણાવ્યા મુજબ, ગ્લોબલ ઈક્વિટી માર્કેટમાં દબાણથી રોકાણકારોનું વલણ ફરી એકવાર સોના તરફ વધી ગયું છે. ઉપરાંત યુએસ ફેડ દ્વારા વ્યાજ દર વધારાની શક્યતાના લઈને પણ સોનામાં સુધારો જોવા મળ્યો છે. ઘર આંગણે જ્વેલર્સ તથા રિટેલર્સની લગ્ન ગાળાની ખરીદી નીકળતાં સોનાના ભાવમાં વધારો થયો છે.
દિલ્હીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ આજે 5 રૂપિયાના વધારા સાથે રૂ. 29,290 અને રૂ. 29,140 પર પહોંચ્યો છે. સિક્કા બનાવનારાં અને ઔદ્યોગિક ગૃહોની માગના પરિણામે ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 37,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.