તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્વેલર્સની ખરીદીથી સોનામાં રૂ.185, ચાંદીમાં રૂ.150 સુધારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વૈશ્વિક સકારાત્મક સંકેત અને ઘર આંગણે જ્વેલર્સ દ્વારા ખરીદી કરવામાં આવતા સોનાના ભાવમાં સતત બીજા દિવસે સુધારો થયો હતો. ચાંદીના ભાવમાં આજે વધારો થયો હતો.
2 દિવસમાં સોનામાં રૂ. 375 વધ્યાં
દિલ્હી બુલિયન માર્કેટમાં જ્વેલર્સ અને રિટેલર્સની લગ્ન સીઝનની ખરીદી નીકળતાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો હતો. આજે સોનાના પ્રતિ 10 ગ્રામનો ભાવ 185 રૂપિયા વધીને 29,285 રૂપિયા પર આવ્યો હતો. બુધવારે સોનામાં 190 રૂપિયાનો વધારો થયો હતો.
ઔદ્યોગિક એકમો અને સિક્કા બનાવનારાની માગના પરિણામે ચાંદીના પ્રતિ કિલોગ્રામનો ભાવ 150 રૂપિયા વધીને 37,250 રૂપિયા થયો હતો. બુધવારે ચાંદીમાં 150 રૂપિયાનો ઘટાડો થયો હતો.
સોનાના ભાવમાં કેમ થયો વધારો
બુલિયન ટ્રેડર્સના જણાવ્યા મુજબ, ગ્લોબલ ઈક્વિટી માર્કેટમાં દબાણથી રોકાણકારોનું વલણ ફરી એકવાર સોના તરફ વધી ગયું છે. ઉપરાંત યુએસ ફેડ દ્વારા વ્યાજ દર વધારાની શક્યતાના લઈને પણ સોનામાં સુધારો જોવા મળ્યો છે. ઘર આંગણે જ્વેલર્સ તથા રિટેલર્સની લગ્ન ગાળાની ખરીદી નીકળતાં સોનાના ભાવમાં વધારો થયો છે.
દિલ્હીમાં 99.9 શુદ્ધતા અને 99.5 શુદ્ધતાવાળા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ આજે 185 રૂપિયાના વધારા સાથે રૂ. 29,285 અને રૂ. 29,135 પર પહોંચ્યો છે. સિક્કા બનાવનારાં અને ઔદ્યોગિક ગૃહોની માગના પરિણામે ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 37,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો.