તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OPEC દેશોમાં ક્રૂડ પ્રોડકશન 9 લાખ બેરલ રોજનું ઘટવા પર સહમતિ, ભાવ 6% ઉછળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ છેલ્લા 8 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું કે ઓપેક દેશો ક્રૂડ પ્રોડકશન ઘટાડવા માટે સહમત થયા છે. અલ્જીરિયામાં ઓપેક દેશોની મળેલી બેઠકમાં પ્રોડકશન ફ્રીઝ કરવા પર સહમતિ બની છે. છેલ્લા બે વર્ષમાં ગ્લોબલ માર્કેટમાં ઓવરસપ્લાઈના કારણે ક્રૂડ કિંમતોમાં ઘટાડો જોવા મળતો હતો. જયારે સાઉદી અરબ અને ઈરાન પ્રોડકશન ઘટાડવા પર સહમત થઈ રહ્યાં ન હતા.
કેટલું ઘટાડવું પડશે પ્રોડકશન ?
એક કરાર મુજબ, ઓપેક દેશો ક્રૂડ પ્રોડકશન 3.34 કરોડ બેરલ પ્રતિદિનથી ઘટાડીને 3.25 - 3.3 કરોડ બેરલ પર લાવશે. ઓપેક દેશોમાં સૈથી વધુ ક્રૂડ પ્રોડકશન કરનારા દેશ સાઉદી અરબ 35 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ પ્રોડકશન ઘટાડશે. જયારે બીજા ઓપેક દેશોનું પ્રોડકશન ઘટાડાવા અંગેનો પ્રસ્તાવ પણ લાવવામાં આવશે. 30 નવેમ્બરે વિયનામાં થનારી ઓપક દેશોની બેઠકમાં આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
પ્રોડકશન કાપમાંથી 3 દેશ બહાર
ઈરાન, નાઈઝીરીયા અને લિબિયાને પ્રોડકશન કાપમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઈરાનથી આ વર્ષે આર્થિક પ્રતિબંધ હટયા છે. જયારે નાઈઝેરિયા અને લિબિયામાં આ વર્ષે આંતકવાદીઓએ ઓઈલના સ્થાનોને નુકશાન પહોંચાડયું હતું.
ક્રૂડમાં 6 ટકાની તેજી
ક્રૂડ પ્રોડકશન ફ્રીઝના સમાચારો બાદ બુધવારે ક્રૂડ કિંમતોમાં 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 2.72 ડોલર ઘટીને 48.69 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ 2.38 ટકા ઘટીને 47.05 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
અન્ય સમાચારો પણ છે...