તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FB પર સાડિઓ પોસ્ટ કરીને ઉભો કર્યો બિઝનેસ, 2 વર્ષમાં થયા 63 હજાર ગ્રાહકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જોધપુરઃ સોશિયલ મિડિયા આજે વિશ્વ સુધી પોતાની એક ઓળખ ઊભી કરવાનું સૌથી સારું માધ્યમ બની રહ્યું છે. કોઈ અહીં પોતાનો બિઝેનસ ઊભું કરી રહ્યું છે તો કોઈ તેનો ઉપયોગ પ્રમોશન માટે કરે છે. આવુ જ કઈક કર્યું છે જોધપુરની સ્મિતા બોહરાએ. જેણે બે વર્ષ અગાઉ જ પોતાની સાડીઓ અને કેટલીક આઈટમો ફેસબૂક પેજ બનાવીને અપલોડ કરી હતી. પછીથી તેમને એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે જોતજોતામાં એક મોટો બિઝનેસ ઊભો થઈ ગયો. બીજા દિવસથી મળવા લાગ્યો રિસપોન્સ..
- સ્મિતા બોહરાએ 2 વર્ષ અગાઉ જ બંધેજ સાડીઓઅને અન્ય આઈટમો ફેસબૂક પેજ બનાવીને અપલોડ કરી.
- નાના અને મધ્યમ ઉધોગોને પ્રોત્સાહન આપવા માટે રાજસ્થાનમાં બૂસ્ટ યોર બિઝનેસ ઈનિશિએટીવ પ્રોગ્રામના એક સેમિનારમાં તેમણે પોતાનો અનુભવ શેર કર્યો.
- તેમણે કહ્યું કે પેજ બનાવતાની સાથે જ તેની પર 100થી વધુ લાઈક મળવા લાગી અને ત્રીજા દિવસે ઓર્ડર પણ મળવા લાગ્યા. અત્યાર સુધીમાં બે વર્ષમાં 63 હજાર બિઝનેસ કસ્ટમર બન્યા છે.
- તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ફેસબૂક ખૂબ જ સરળ છે, જો કોઈ સમસ્યા આવે તો તેનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે.
- સ્મિતા ઈથિનિવ્યા નામની કંપની ચલાવે છે. જેનો એક ઓનલાઈન સ્ટોર પણ છે. આ સ્ટોર પર સાડીઓથી લઈને જવેલરી સુધીની વસ્તુઓ ઉપલબ્ધ છે.
જોધપુરની છે સ્મિતા
- સ્મિતાનો જન્મ રાજસ્થાનના જોધપુર શહેરમાં થયો છે. તેમણે તેમનો અભ્યાસ જોધપુરની જય નારાયણ વ્યાસ કોલેજમાંથી કરી છે.
- હાલ તે પોતાના પતિ સૌરભ બોહરાની સાથે બેંગલુરુંમાં રહે છે. સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલો સ્મિતાનો કારોબાર બીજા માટે પ્રરણા સમાન છે.
આગળની સ્લાઈડસમાં જુઓ, સ્મિતા બોહરાના ફોટો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો