તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન ધિરાણથી મીઠાઇ વેચવા સુધી, આ ગુજરાતી સ્ટાર્ટઅપને મળ્યા કરોડોના ફન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ ઇ-કોમર્સ સેકટરમાં ગુજરાતી સ્ટાર્ટઅપ માટે ‘અચ્છે દિન’ આવી રહ્યા છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાંથી આવેલા આ સ્ટાર્ટઅપને વેન્ચર કેપિટાલિસ્ટ્સ ફન્ડ પણ પૂરૂ પાડી રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં આવા સ્ટાર્ટ અપ્સને 20 લાખથી માંડીને 200 કરોડથી વધુના ફન્ડ મળ્યાં છે.
લેન્ડિંગકાર્ટને 205 કરોડનું ફન્ડ
સૌથી વધુ ફન્ડ મેળવવામાં ઓનલાઇન ફાઇનાન્સ કંપની લેન્ડિંગકાર્ટ મોખરે છે. લેન્ડિંગકાર્ટ એ અમદાવાદનું ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ છે. આ કંપની વર્કિંગ કેપિટલની સમસ્યાથી પીડાતી એસએમઇ કંપનીઓને ધિરાણ પૂરુ પાડે છે. 2014માં શરૂ થયેલી આ કંપનીને તાજેતરમાં જ બર્ટલ્સમેન ઇન્ડિયા (બીઆઇઆઇ) તરફથી 205 કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું છે. આ રકમનો ઉપયોગ કંપની તેનું ટેકનોલોજી પ્લેટફોર્મ ઇમ્પ્રુવ કરવામાં અને મોબાઇલ ક્ષમતાનો સુધારો કરવામાં કરશે.
લેન્ડિંગકાર્ટે 22 રાજયોના 135 શહેરોના કસ્ટમર્સને ધિરાણ પૂરુ પાડ્યું છે. અન્ય એક કંપની છે લોકાનિક્સ જે 2 કરોડ રૂપિયાનું ફન્ડ મેળવવામાં સફળ રહી છે. આ કંપની કોર્પોરેટ્સને ઇન્ટરનેટ ઓફ થિંગ્ઝ (એલઓટી) પ્રોવાઇડ કરે છે. 2012માં રૂચિત સુરતીએ શરૂ કરેલી લોકાનિક્સને ગોલ્ડમેન શાક્સ અને સિસ્કો તરફથી ફન્ડ મળ્યું છે.
રૂ.20 લાખથી રૂ.3 કરોડના ફન્ડ
ફન્ડ મેળવવામાં વડોદરાની વનવેડોટકેબ પણ પાછળ નથી. વિવેક કેજરીવાલે શરૂ કરેલા આ સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 15 કરોડ જેટલું આંકવામાં આવ્યું છે. ઇન્ડિયન એન્જલ નેટવર્ક દ્ધારા તેને 3 કરોડ રૂપિયાનું ફન્ડ મળ્યું છે.
એ જ રીતે અમદાવાદના સ્ટાર્ટ અપ ‘ડોન્ટ સ્ક્રેચ યોર હેડ (DYSH)’ ને 1.7 કરોડનું ફન્ડ મુંબઇના વેન્ચર કેટલિસ્ટ તરફથી મળ્યું છે. કંપની જુદી જુદી ઇ-કોમર્સ સાઇટ પર પોતાની પ્રોડકટ્સનું સેલિંગ કરતાં વેન્ડર્સના પેમેન્ટ્સને સુવ્યવસ્થિત કરવાની સેવા આપે છે. આ ઉપરાંત, લોન્ડ્રિનાઉ.ઇનને 1 કરોડ, સેલભાઇડોટકોમને 5 લાખથી 1 કરોડ જયારે ઇ બુક પબ્લિશર માતૃભારતીને 20 લાખ રૂપિયા સુધીના ફન્ડ પ્રાપ્ત થયા છે.
આગળની સ્લાઇડમાં વાંચો ગુજરાતના કયા સ્ટાર્ટઅપ્સને કેટલું મળ્યું ફન્ડ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો