નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી ઘરેલુ વિમાન સેવા સ્પાઈસજેટે નવી ઓફર રજૂ કરી છે. સ્પાઇસ જેટે તેને ‘રેડ હોટ ફેયર સેલ’ નામ આપ્યું છે. દેશના દક્ષિણ અને પશ્ચિમ શહેરો માટે આ ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં મુસાફર માત્ર 1899 રૂપિયા ચૂકવીને પસંદગીના શહેરોમાં મુસાફરી કરી શકે છે. ટિકિટ પ્રાઈસમાં તમામ પ્રકારના ટેક્સનો સમાવેશ થાય છે.
શું છે ઓફર
સ્પાઈસ જેટના રેડ હોટ ફેયર સેલ અંતર્ગત ટિકિટનોનું બુકિંગ 6 જુલાઈથી લઈને 8 જુલાઈ દરમિયાન કરાવી શકાશે. ટિકિટ બુક કરાવનારા મુસાફરો 15 જુલાઈથી લઈને 30 સપ્ટેમ્બર, 2015 દરમિયાન મુસાફરી કરી શકે છે. સ્પાઈસ જેટની આ ઓફ 10 શહેરો પૂરતી મર્યાદીત છે. વિમાન કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, વહેલાં તે પહેલાંના ધોરણે આ યોજનાનો લાભ લઈ શકાય છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ઓફર માટે શું છે નિયમો અને શરતો
નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.