• Gujarati News
  • Ministry Has Uploaded A Detailed Questionnaire On Its Website

બેડરોલ્સની હાલત સુધારવા રેલવેએ શરૂ કર્યો સર્વે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પેસેન્જર સુવિધાઓ અને સેવાઓમાં સુધારાના હેતુથી રેલ મંત્રાલયે બેડરોલને લઈને કન્ઝ્યુમર્સની પ્રાથમિકતાના આધારે ઓનલાઈન સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં સફાઈ અને સ્વચ્છતાની સ્થિતિ ઉપરાંત કલર અને ડિઝાઈનની પસંદ જાણવાની કોશિશ કરવામાં આવી છે.
મંત્રાલયે ઓનલાઈન સર્વે માટે વિસ્તૃત પ્રશ્નાવલીની વેબસાઈટ www.indianrailways.gov.in પર અપલોડ કરી છે. જેમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઉપયોગમાં લેવાનારાં બેડ શીટ, ટોવેલ, પિલો અને બ્લેન્કેટ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે 17 ઓગસ્ટ સુધી પ્રશ્નવલી ઓનલાઈન ભરી શકાશે.
પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નોમાં બેડરોલ્સ અંગે જેવી કે સફાઈ અને સ્વચ્છતાની સ્થિતિ, કલરની પ્રાથમિકતા, સાઈઝની પ્રાથમિકતા, ડિઝાઈન, ફેબરીક વગેરેમાં સંભવિત ફેરફારોને સામેલ કરવામાં આવ્યા છે.
ભારતીય રેલવેએ બેડરોલ્સની ડિઝાઈન અને ક્વોલિટી પર કામ કરવા માટે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) સાથે સમજૂતી કરી છે. આ સર્વેને NIFT સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે. સર્વે દ્વારા મળનારાં ડેટાના આધારે કામ કરવામાં આવશે.
નિવેદનમાં કન્ઝ્યુમર્સને નિવેદન કરતાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્નાવલી ભરવા માટે થોડો સમય કાઢો. આ વાતનો સુનિશ્ચિત કરવામાં આવી છે કે ડેટાનો રિસર્ચ માટે ઉપયોગ કરવામાં આવશે અને તે સંપૂર્ણ રીતે ખાનગી રહેશે.