કોસ્ટ કટિંગની તૈયારીમાં મેકડોનાલ્ડ, ભારતમાં કરશે જોબ્સ શિફ્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્કઃ વૈશ્વિક ફાસ્ટ ફૂડ કંપની મેકડોનાલ્ડ્સ કોસ્ટ કટિંગ કરવા જઈ રહી છે. આ મુદ્દે કંપની ભારતમાં મોટી માત્રામાં જોબ્સ શિફ્ટ કરવાની યોજના બનાવવા જઈ રહી છે. મેકડોનાલ્ડ્સે ગત વર્ષે નવેમ્બરમાં કોસ્ટ કટિંગના માધ્યમથી 50 કરોડ ડોલર (3,300 કરોડ રૂપિયા) બચાવવાની જાહેરાત કરી હતી. એક મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી છે.
છટણીની પણ છે યોજના
- ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ મેકડોનાલ્ડ્સના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ ઈસ્ટરબુકની 50 કરોડ ડોલરની કોસ્ટ કટિંગની યોજનાના સંદર્ભમાં કંપની છટણી કરવા જઈ રહી છે.
- કંપનીની આ યોજના સાથે સંકળાયેલા સૂત્રો મુજબ, મેકડોનાલ્ડ્સ પોતાનું થોડા કામકાજને ભારત લઈ જવાની વિચારણા કરી રહ્યું છે. જેના પર આઉટસોર્સિંગના હિસાબે ઘણો વિવાદ પણ થઈ શકે છે.
- કોલંબસ, ઓહિયો સ્થિત રિજનલ ઓફિસ પર પહેલા કોસ્ટ કટિંગ કરવામાં આવી શકે છે.
જુલાઈથી સપ્ટેમ્બર સુધી ચાલશે છટણી
- મેકડોનાલ્ડ્સે 13 મેના રોજ સિટી ઓફિશિયલ્સને મોકલેલા લેટરમાં યુનિટને બંધ કરવા અંગે કહ્યું હતું કે, તેમની આ યોજના સ્થાયી રિસ્ટ્રક્ચરિંગ અને અનેક પદોને ખતમ કરવા સાથે સંકળાયેલી છે.
- જેમાં કહેવામાં આવ્યું છે કે, છટણી જુલાઈમાં શરૂ થશે અને ડિસેમ્બર સુધી ચાલશે.
ભારતમાં શિફ્ટ થશે અનેક વર્કર્સ
- સૂત્રોના જણાવ્યા મુજબ, આ યુનિટના 70 વર્કર્સને ભારત શિફ્ટ કરવામાં આવી શકે છે. આ વર્કર્સ મુખ્ય રીતે રેસ્ટોરન્ટ સપોર્ટ સર્વિસ આપે છે અને એકાઉન્ટિંગ સાથે સંકળાયેલા છે.
- કંપનીની પ્રવક્તા ટેરી હિકીએ કહ્યું હતું કે, 2017 સુધી 50 કરોડ ડોલરની સેવિંગ કરવાની જાહેરાત મુજબ અમે અમારા બિઝનેસના અનેક હિસ્સાને રિસ્ટ્રક્ચર કરી રહ્યા છીએ. જેમાં એકાઉન્ટિંગનો પણ સમાવેશ થાય છે.
- ફ્રેન્ચાઈઝી એડવાઈઝ ફર્મ ફ્રેન્ચાઈઝી ઈક્વિટી ગ્રુપના રિચર્ડ એડમ્સે કહ્યું હતું કે, મેકડોનાલ્ડ્સ (અમુક ઓપરેશન્સ)ને ભારતમાં લાવવાની વાત અનેક વર્ષોથી ચાલી રહી છે.
- મેકડોનાલ્ડ્સે 2015માં 400 કર્મચારીઓની છટણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...