તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRAI સુધી પહોંચ્યો રિલાયન્સ જિઓનો ઝધડો, ટેલિકોમ ઓપરેટર્સની સાથે આજે મિટિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો અને બીજી ટેલિકોમ કંપનીઓની વચ્ચેનો વિવાદ વણસી રહ્યો છે. શુક્રવારે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએસન સીઓએઆઈએ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. સીઓએઆઈનું કહેવું છે કે ટ્રાઈએ રિલાયન્સ જિયોના દબાણમાં આવીને મિટિંગમાં એસોસિએશનને બોલાવ્યું નથી. મિટિંગમાં રિલાયન્સ જિયોની સાથે-સાથે એરટેલ, વોડાફોન, આઈડિયાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. જોકે સીઓએઆઈના આરોપને રિલાયન્સ જિયોએ ફગાવ્યો છે. કનેક્ટિવિટીને લઈને હતી મિટિંગ...
ટ્રાઈએ આજે રિલાયન્સ જિયો અને બીજા ટેલિકોમ ઓપરેટર્સના કોલ કનેક્ટિવિટીના મુદ્દાને લઈને મિટિંગ બોલાવી હતી. રિલાયન્સ જિયોનો આરોપ છે કે બીજા ઓપરેટર્સ કોલ કનેક્ટિવિટી માટે કંપનીની સાથે સહયોગ કરી રહ્યાં નથી. બીજા ઓપરેટર્સનું કહેવું છે કે જિયોના ટ્રાફિકના કારણે તેમનું નેટવર્ક ચોક થઈ રહ્યું છે. આ સંજોગોમાં તે જિયો માટે કોઈ એકસ્ટ્રા કોશિશ કરી શકે તેમ નથી.
મિટિંગમાં શું થયું
ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં રિલાયન્સ જિઓ, એરટેલ, વોડાફોન અને આઈડિયાના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. મિટિંગ લગભગ 1 કલાક સુધી ચાલી છે. બેઠકમાં વિવાદનો ઉકેલાવવાની દિશામાં કોઈ સહમતિ બની ન હતી. માનવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ જિયો અને બીજી ટેલિકોમ કંપનીઓની વચ્ચે વિવાદ હજુ વકરી શકે છે.
મુકેશ અંબાણીએ લગાવ્યો હતો 5 કરોડ કોલ ડ્રોપનો આરોપ
અગાઉ 1 સપ્ટેમ્બરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણીએ ઈન્ટરકનેક્ટિવિટી સર્વિસ ન મળવાને કારણે 5 કરોડ કોલ ડ્રોપનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જૂના જીએસએમ ઓપરેટર્સે ઈન્ટરકનેક્ટિવિટી ન આપવાના કારણે એક સપ્તાહમાં તેમના નેટવર્કના 5 કરોડથી વધુ કોલ ડ્રોપ થઈ ગયા હતા.
આગળની સ્લાઈડમાં- મોદી સુધી પહોંચી ચૂકયો છે ઝઘડો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો