તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોલ ડ્રોપઃ SCએ ટેલિકોમ કંપનીઓને આપ્યો ઝટકો, ચૂકવવી પડશે પેનલ્ટી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોલ ડ્રોપ મામલામાં ટેલિકોમ કંપનીઓને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટ આગામી 10 માર્ચે કોલ ડ્રોપના બદલામાં વળતર આપવા અંગેની અરજી પર સુનાવણી હાથ ધરશે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે ટેલિકોમ કંપનીઓ દ્વ્રારા આ મુદ્દે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટ બાદ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
એક જાન્યુઆરી 2016થી કોલ ડ્રોપ પર ગ્રાહકોને મળનારા વળતર સામે ટેલિકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર થનારી સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટે મુલતવી રાખી છે. આ નિર્ણય મોબાઈલ કંપનીઓ માટે એક ઝટકા સમાન છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ હાઈકોર્ટે આ અંગે કંપનીઓ દ્વ્રારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી અને ગ્રાહકોને વળતર આપવા જણાવ્યું હતું.
શું હતો ટ્રાઈનો આદેશ
ટેલિકોમ રેગ્યુટેલર ટ્રાઈએ એક આદેશમાં જણાવ્યું હતું કે પ્રત્યેક કોલ ડ્રોપ પર કંપનીઓએ ગ્રાહકોને એક રૂપિયો ચુકવવાનો રહેશે. આ આદેશ જાન્યુઆરી 2016થી અમલમાં આવવાનો હતો. કંપનીઓએ આ અંતર્ગત એક દિવસમાં ત્રણ જેટલા કોલ ડ્રોપના કેસમાં વળતર આપવાનું રહશે. ટ્રાઈએ જણાવ્યું હતું કે, તે આ નિર્ણયનો અમલ મોબાઈલ કંપનીઓ કરી રહી છે કે કેમ તે બાબત પર નજર રાખશે.
કોલ ડ્રોપ પર 1 રૂપિયાનું વળતર
16 ઓક્ટોબરે ટ્રાઈએ મોબાઈલ કંપનીઓને આ અંગેનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. ટ્રાઈએ કોલ ડ્રોપના કેસમાં કંપનીઓને પ્રતિ કોલ પર એક રૂપિયાનું વળતર ગ્રાહકોને આપવાનું જણાવ્યું હતું. આ વળતર એક દિવસમાં વધુમાં વધુ ત્રણ વખત આપવાનું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો....ટેલિકોમ પ્રધાન રવિન્દ્ર પ્રસાદે ઊઠાવ્યો હતો આ મુદ્દો...
અન્ય સમાચારો પણ છે...