• Gujarati News
  • RIL Also In Talks With Smartphone Makers For Compatible Devices For Its 4G Network

RIL 4G સર્વિસ લોન્ચ કરવા દેશમાં 1000 સ્ટોર ખોલશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના રોકાણકારોને ભરોસો આપ્યો છે કે તેઓ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલાં 4જી સર્વિસને ડિસેમ્બરમાં લોન્ચ કરશે અને આ માટે તીવ્ર ગતિથી કામ ચાલી રહ્યું છે. રિલાયન્સે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં 1000 બ્રાન્ડેડ સ્ટોર દ્વારા 4જી સેવાઓ આપશે.
રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ લિમિટેડ આ વર્ષના અંત સુધી 4જી સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આરઆઈએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિઓ ડિસેમ્બરમાં કોમર્સિયલ ઓપરેશન શરૂ કરી દેશે.
4જી સર્વિસ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે કંપની સમગ્ર દેશમાં તેમના પોતા બ્રાન્ડેડ સ્ટોર અને ડિસ્ટ્રીબ્યુટર્સ નેટવર્ક સ્થાપવાની યોજના બનાવી છે. કંપની સમગ્ર દેશમાં 1000 જિયો સેન્ટર્સ ખોલશે.
સસ્તાં 4જી ડિવાઈસ ઉપલબ્ધ કરાવવા માટે કંપનીએ તમામ મુખ્ય ડિવાઈસ નિર્માતા જેવાકે એપ્પલ, સેમસંગ, માઈક્રોમેક્સ અને બ્લેકબેરી સહિત ઘણી કંપનીઓ સાથે ગઠબંધન કર્યું છે. રિલાયન્સ જિયો વર્તમાનમાં પ્રી લોન્ચ ટેસ્ટિંગ કરી રહી છે અને ટેલીકોમ નેટવર્કની સ્થાપનામાં સંકળાયેલી છે. નિષ્ણાતોનું માનવું છે કે રિલાયન્સ જિયોની સર્વિસ લોન્ચ થવાની સાથે જ ટેલીકોમ માર્કેટમાં નવું ટેરિફ યુદ્ધ શરૂ થશે.