તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JIOની 4G સર્વિસનો ઉપયોગ કરી શકશે BSNL ગ્રાહકો, બંને વચ્ચે થયો કરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો અને સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ વચ્ચે 4G અને 2G સર્વિસ માટે મહત્ત્વના કરાર થયા છે. કરાર અનુસાર, બીએસએનએલના ગ્રાહકો રોમિંગ દરમિયાન રિલાયન્સ જિયોની 4G સર્વિસનો ઉપયોગ કરી શકશે. જ્યારે રિલાયન્સ જિયોના ગ્રાહકો વોઇસ કોલ માટે બીએસએનએલના 2G નેટવર્કનો ઉપયોગ કરી શકશે. બંને વચ્ચે ઇન્ટ્રા-સર્કલ રોમિંગ એગ્રીમેન્ટ થયા છે.
બીએસએનએલના ગ્રાહકોને થશે આ ફાયદો

બીએસએનએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે 3 મહિનાની અંદર અમે અમારા નેટવર્કને અપગ્રેડ કરીશું. તેમણે કહ્યું કે, બીએસએનએલના એવા ગ્રાહકોને આ કરારથી ફાયદો થશે કે જેમની પાસે 4G હેન્ડસેટ હશે. તેઓ રિલાયન્સ જિયોની 4G સર્વિસનો ઉપયોગ કરી શકશે.
જિયો કસ્ટમર્સને મળશે આ ફાયદો
રિલાયન્સ જિયોના મેનેજિંગ ડાયરેક્ટર સંજય મશરૂલાવાએ જણાવ્યું છે કે આ કરારથી અમારા ગ્રાહકોને રોમિંગ દરમિયાન પણ અન્ય દ્વારા વોઇસ કોલ મારફત કનેક્ટ રહેવામાં મદદ મળશે. અમે અમારા નેટવર્કને વધારવામાં લાગ્યા છીએ અને એ સમયે આ કરાર બંને માટે ફાયદાકારક બનશે.
શું કહે છે બંને કંપનીઓ

- બંને કંપનીઓ કહે છે કે અમારું ફોકસ એ છે કે અમે નેટવર્ક કેપેબિલિટી વધારીએ. આ સાથે અમારો વ્યાપ વધુને વધુ ગ્રાહકો સુધી પહોંચાડીએ. આ કરારથી બંને કંપનીઓને એકબીજાનો સપોર્ટ મળશે. આ સાથે ગ્રાહકોને સારો અનુભવ મળશે.
- ઉલ્લેખનીય છે કે બીએસએનએલ પાસે દિલ્હી-મુંબઇને બાદ કરતા સમગ્ર દેશમાં જ્યોગ્રાફિકલ કવરેજ છે. તેની પાસે દેશભરમાં 1,14,000 સાઇટ્સ છે. જ્યારે રિલાયન્સ જિયો પાસે એન્ડ-ટુ-એન્ડ 4G LTE છે.
આગળની સ્લાઇડમાં, બીએસએનએલે અન્ય કોની સાથે કર્યો છે કરાર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો