આવતીકાલે રિલીઝ થશે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10, ફ્રીમાં થશે ડાઉનલોડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન ફ્રાન્સિસ્કોઃ માઈક્રોસોફ્ટેની નવી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 કાલે રિલીઝ થઈ જશે. લાંબા સમયથી કોમ્પ્યુટરની દુનિયામાં દબદબો જાળવી રાખતી માઈક્રોસોફ્ટ આ ઓપરેટિંગ સિસ્ટમ એવા સમયે લાવી રહી છે જ્યારે ગ્રાહકોના બદલતો રસ અને પ્રાથમિકતાનો પડકાર તેની સામે ઉભા છે. ગ્રાહકો પર્સનલ કોમ્પ્યુટરની જગ્યાએ ઝડપથી લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટફોનને અપનાવી રહ્યા છે. 20 વર્ષ પહેલા માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 95 લોન્ચ કર્યું હતું. ત્યારે કોઈએ વિચાર્યું નહીં હોય કે વિન્ડોઝ 10 જેવું પણ કંઈ આવી શકે છે. પંરતુ માઈક્રોસોફ્ટે તેને સાચું સાબિત કરીવ બતાવ્યું છે. તેને લાખો લોકો ફ્રીમાં ડાઉનલોડ કરી શકશે.

વિન્ડોઝ 10 માટે શું છે જરૂરી
માઈક્રોસોફ્ટે કહ્યું કે, તેમની નવી ઓપરેટિંગ સિસ્ટમને રન કરવા માટે કેટલીક બેસિક વસ્તુઓ જોઈશે. તેમાં 1 GHz અથવા તેના કરતા ઝડપી પ્રોસેસર અથવા એસઓસી, 1 GB RAM (32 બિટ વર્ઝન માટે), 2 GB RAM (64 બિટ વર્ઝન માટે), 16 GB હાર્ડ ડ્રાઈવ (32 બિટ વર્ઝન), 20 GB હાર્ડ ડ્રાઈવ (64 બિટ વર્ઝન), એક ડાયરેક્ટેસ 9 અથવા WDDM 1.0 ડ્રાઇવરની સાથે ગ્રાફિક કાર્ડ, 800x600 ડિસ્પ્લે હોવું જોઈએ.

ફ્રીમાં થશે ડાઉનલોડ

આગલા વર્ષ માટે વિન્ડોઝ 7-8 અથવા 8.1 કોમ્પ્યુટર, ટેબલેટ અને સ્માર્ટફોન પર વિન્ડોઝ 10 ફ્રીમાં અપગ્રેડ થશે. વિન્ડોઝ 10ને લઈને કંપનીની મોટી યોજના છે, પરંતુ પહેલા ઇચ્છે છે કે, તમામ લોકો એક ઓપરેટિંગ પ્લેટફોર્મ પર આવી શકે.

વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ માટે કેવી રીતે અપગ્રેડ કરી શકાશે
1. તેને સ્ટાર્ટ કરવા માટે વિન્ડોઝ લોગો/સ્ટાર્ટ બટન પર ક્લિક કરો.
2. ત્યાર બાદ એપ વિન્ડોમાં રિઝર્વ યોર ફ્રી અપગ્રેડ પર ક્લિક કરો.
3. તમે તમારા લાઈવ અને આઉટલુક ઇમેલને રિઝર્વેશન કરવા માટે નાખો.
4. જ્યારે તમે તેને રિઝર્વ કરી લો, તો ઉપલબ્ધ હોવા પર વિન્ડો અપગ્રેડ થઈ જશે.
5. હવે અપગ્રેડ પૂર્ણ થઈ જાય તો તમને એક સૂચના આપવામાં આવશે.
6. જ્યારે આ એક વખત ઇન્સ્ટોલ થઈ જશે, ત્યાર બાદ તમે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશો.

જોકે, યૂઝર્સે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, અપગ્રેડ ફ્રી હોવા પર 3જીબી ડાઉનલોડની જરૂરત પડશે. ઉપરાંત, અપગ્રેડ કરવા માટે કરવામાં આવેલ રિઝર્વેશનને કેન્સલ પણ કરી શકાય છે. વિન્ડોઝ 10ના રિલીઝ થયા બાદ એક વર્ષ સુધી તેને ફ્રીમાં અપગ્રેડ કરી શકાશે. ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન ફ્રીમાં અપગ્રેડ તરીકે ઉપલબ્ધ હશે. વિન્ડોઝ 7-8 અને 8.1 વાપરતા યૂઝર્સ તેને ફ્રીમાં અપગ્રેડ કરી શકશે.