જિયોનો 21.9 મેગાબિટની ડાઉનલોડ સ્પીડ સાથે નવો રેકોર્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બરમાં તેના નેટવર્ક પર 21.9 મેગાબિટ પ્રતિ સેકન્ડની સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ સાથે નવો રેકોર્ડ કર્યો છે. આ સ્પીડ તેની હરીફ કંપની વોડાફોનનાં નેટવર્કની સ્પીડ કરતા 2.5 ગણી વધારે હતી. વોડાફોનના 4જી નેટવર્કે મહિનામાં 8.7 એમબીપીએસની સરેરાશ ડાઉનલોડ સ્પીડ નોંધાવી હતી. રિલાયન્સ જિયોના નેટવર્ક પર 4જી ડાઉનલોડ સ્પીડ ઓગસ્ટનાં અંતે 19.3 એમબીપીએસથી વધીને સપ્ટેમ્બરમાં 21.9 એમબીપીએસ થઈ હતી એમ ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરી (ટ્રાઇ)ના માયસ્પીડ એપ મારફતે યુઝર્સ પાસેથી એકત્ર કરેલા ડેટામાંથી મળી છે.


 
આઇડિયા સેલ્યુશન અને ભારત એરટેલનાં નેટવર્કે અનુક્રમે 8.6 એમબીપીએસ અને 7.5 એમબીપીએસની સ્પીડ નોંધાવી હતી.
 
ટ્રાઇ રિયલ-ટાઇમ આધારે તેની માયસ્પીડ એપ્લિકેશનની મદદથી ડેટા ડાઉનલોડ સ્પીડ કલેક્ટ કરે છે અને ગણતરી કરે છે.
 
અપલોડ સ્પીડની દ્રષ્ટિએ આઇડિયા સેલ્યુલર 6.4 એમબીપીએસની સ્પીડ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...