તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિકોમ કંપનીઓ વચ્ચે ડેટા વોર, 67% સુધી સસ્તું થશે ઈન્ટરનેટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની સસ્તી 4જી સર્વિસ સાથેની સ્પર્ધામાં ટેલિકોમ કંપનીઓમાં ડેટા વોર શરૂ થયું છે. એરટેલ અને આઈડિયાએ ડેટા રેટમાં ભારે કાપ મૂકીને 67 ટકાની એકસ્ટ્રા ડેટાની ઓફર કરી છે. માનવામાં આવી રહ્યું છે કે બીજી કંપનીઓ આવનારા દિવસોમાં ઈન્ટરનેટ રેટમાં કાપ મૂકી શકે છે. આ કારણે ફાયદો મોબાઈલ બ્રોડબેન્ડ યુઝર્સને મળી રહ્યો છે. જોકે આ ફાયદો પ્રીપેડ મોબાઈલ યુઝર્સને થશે. કંપનીઓનું કહેવું છે કે આ કારણે ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા વધશે.
કસ્ટમર્સને સાથ જાળવી રાખવા માટેનું દબાણ
રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ ઝડપથી પોતાની 4જી સર્વિસ લોન્ચ કરનાર છે. આ અંતર્ગત કસ્ટમર્સને ખુબ જ ઓછી કિંમતે ડેટા પેક મળશે. આ કારણે બીજી કંપનીઓ પર પોતાના કસ્ટમર્સ જળવાઈ રહે તે અંગેનું દબાણ છે.
પ્રીપેડ કસ્ટમર્સને થશે ફાયદો
ટેલિકોમ કંપનીઓએ જે રેટ કટ કર્યો છે, તે માત્ર પ્રીપેડ કસ્ટમર્સ માટે જ છે. હાલ પણ આ કંપનીઓ સાથે જોડાયેલા 90 ટકા કસ્ટમર્સ પ્રીપેડ સર્વિસનો જ ઉપયોગ કરે છે. એમ માનવામાં આવે છે કે પોસ્ટપેડ કસ્ટમર્સની સરખામણીમાં પ્રીપેડ કસ્ટમર્સ કંપની વધારે બદલે છે.
કુલ રેવન્યુના 15 ટકા ઈન્ટરનેટથી
ટેલિકોમ કંપનીઓને ડેટા પ્લાનથી સારી કમાણી થાય છે. તેમને કુલ રેવન્યુની લગભગ 15 ટકા ઈન્ટરનેટ માંથી જ આવે છે.
કંપનીઓની એકસ્ટ્રા ડેટા ઓફર
ભારતી એરટેલએ પોતાના પ્રીપેડ કસ્ટમર્સ માટે પહેલાના રેટ પર 67 ટકા વધારાનો ડેટા આપવાની ઓફર મૂકી છે. જયારે આઈડિયા સેલ્યુલરે પોતાના 4જી અને 3જી ઈન્ટરનેટ ડેટા રેટને 67 ટકા સસ્તો કર્યો છે. થોડા દિવસો અગાઉ જ આઈડિયાએ રેટમાં ઘટાડો કર્યો હતો. આઈડિયાએ 1 જીબી ડેટા ઉપયોગ કરનારા પ્રીપેડ કસ્ટમર્સ માટે 45 ટકા વધારાના ડેટા બેનિફિટસની ઓફર મૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કારણે અન્ય ટેલિકોમ કંપનીઓ પર પણ ડેટા રેટ ઘટાડવાનું દબાણ આવી શકે છે. એરટેલ અને આઈડિયા સેલ્યુલર ઈન્ટરનેટ ડેટા પેકને સસ્તા કરવાના સ્થાને એકસ્ટ્રા ડેટા આપી રહી છે.
શું હશે કંપનીઓના નવા રેટ
એરટેલ:
હવે 655 રૂપિયાના મંથલી પેકમાં 3જી/4જી માટે 5જીબી ડેટા મળશે. અગાઉ આ પેકમાં 3જીબી ડેટ મળતા હતા. 455 રૂપિયાના મન્થલી પેકમાં કંપની 3જી/4જી માટે 3જીબી ડેટા આપશે. તેમાં 2 જીબી ડેટા મળતો હતો. નાના પેકમાં કંપનીએ વધારે ડેટા ઓફર કરી છે.
આઈડિયા:
990 રૂપિયાના મંથલી પેકમાં કંપની દ્વારા 3જી/4જી માટે 10 જીબી ડેટા મળશે. 449 રૂપિયાના મંથલી પેકમાં 2જીબી ડેટા મળશે, જેના માટે પહેલા 449 રૂપિયા આપવા પડતા હતા. 649 રૂપિયાના મંથલી પેકમાં હવે 5 જીબી ડેટા મળશે, પહેલા આટલમાં 3જીબી ડેટા મળતો હતો.
આગળની સ્લાઈડમાં, શું કહેવું છે ટેલિકોમ કંપનીઓનું...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો