તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BSNL Is Taking Several Steps Like Augmentation Of Mobile Network: Ravi Shakar Prasad

4 વર્ષમાં નફામાં આવશે BSNL, વધી રહી છે ઈન્કમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સરકારી ટેલિકોમ કંપની બીએસએનલ આગામી 4 વર્ષમાં નફો કરવા લાગશે. ટેલિકોમ મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે, બીએસએનએલે સર્વિસ દ્વારા તેની આવક વધારવાનું શરૂ કરી દીધું છે. આગામી 4 વર્ષમાં બીએસએનએલ નફો કરવા લાગશે. આ માટે મોબાઈલ નેટવર્ક સુધારવા જેવા અનેક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
કંપનીની નેટ લોસ 8 હજાર કરોડ રૂપિયા
રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે બીએસએનએલની ગત નાણાકીય વર્ષ દરમિયાન રેવન્યૂ 28 હજાર કરોડ રૂપિયાથી વધુ રહી હતી. કંપનીની નેટ લોસ 2014-15 દરમિયાન 8 હજાર કરોડ રૂપિયા રહેવા પામી છે.
પ્રસાદે કહ્યું હતું કે, એક કોમર્સિયલ ઓર્ગેનાઈઝેશન હોવાના કારણે બીએસએનએલે માર્કેટમાં અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવી પડશે. આ ઉપરાંત કંપનીએ તેની રેવન્યૂ વધારવાની સાથે સાથે નફો પણ કમાવો પડશે.
બીએસએનએલનો ઓપરેટિંગ પ્રોફિટ વર્ષ 2014-15 દરમિયાન 672 કરોડ રૂપિયા હતો. કંપનીનો ખર્ચ ઓછો થયો છે અને રેવન્યૂમાં વધારો થયો છે. કંપનીનો ઓપરેટિંગ લોસ વર્ષ 2013-14 દરમિયાન 691 કરોડ હતો.
અન્ય સમાચારો પણ છે...