BSNLએ ફ્રી નેશનલ રોમિંગ એક વર્ષ માટે વધાર્યું, ગ્રાહકો વધતા કરાયો નિર્ણય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પબ્લિક સેકટરની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (બીએસએનએલ)એ પોતાની ફ્રી નેશનલ રોમિંગ સર્વિસને એક વર્ષ માટે વધારવા અંગેનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક વર્ષ પહેલા જ રોમિંગ ફ્રી કરવા અંગેની જાહેરાત કરી હતી. ત્યારે આ સુવિધા ગ્રાહકોને એક વર્ષ સુધી મળનાર હતી.
કંપનીએ કરી જાહેરાત
બીએસએનએલના ડાયરેકટર આર કે મિતલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ફ્રી રોમિંગના કારણે ફેબ્રુઆરી અને માર્ચમાં ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો હતો. જેના કારણે કંપનીએ આ નિર્ણય કર્યો છે. આ દરમિયાન બીએસએનએલમાં પોર્ટ કરનાર ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.
રોમિંગ માટે નહિ લેવું પડે બીજું સીમ
રોમિંગ ફ્રી સ્કીમ લાગુ થવાને કારણે ગ્રાહકોને રોમિંગ દરમિયાન અલગ-અલગ સિમ અથવા મોબાઈલ ફોન લઈ જવાની જરૂરિયાત રહેશે નહિ. દેશમાં માત્ર બીએસએનએલ જ એક એવી કંપની છે, જે ગ્રાહકોને ફ્રી રોમિંગ સર્વિસ આપે છે. કસ્ટમર્સને સર્કલની બહાર જવા પર ઈનકમિંગ કોલ પર રોમિંગ ચાર્જ લાગતો નથી.
અન્ય સમાચારો પણ છે...