Home » Business » Industry » RIL will invest Rs.5,000 crore in West Bengal to manufacture mobile phones, set-top boxes

T2 પશ્ચિમ બંગાળમાં મોબાઇલ અને સેટ-ટોપ બોક્સના ઉત્પાદન માટે રિલાયન્સ રોકશે રૂ.5,000 કરોડ

Divyabhaskar.com | Updated - Jul 01, 2018, 06:36 PM

અંબાણીએ બંગાળ બિઝનેસ ગ્લોબલ સમિટમાં કહ્યું કે રિલાયન્સ જિયો રાજ્યમાં મોબાઇલ ફોન અને સેટટોપ બોક્સના ઉત્પાદનની તક ચકાસે છે

  • નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં રૂ.5000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ રાજ્યના ટેલિકોમ અને પેટ્રો-રીટેલ બિઝનેસના વિસ્તરણ માટે કરાશે. મુકેશ અંબાણીએ મંગળવારથી શરૂ થયેલી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટમાં કહ્યું કે રિલાયન્સની ટેલિકોમ યુનિટ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ રાજ્યમાં મોબાઇલ ફોન અને સેટટોપ બોક્સના મેન્યુફેક્ચરિંગની શક્યતાઓ તપાસી રહી છે. જોકે, તેમણે એ વાતની સ્પષ્ટતા નથી કરી તે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર કંપની કેટલું રોકાણ કરશે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર ફોકસ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ પોતાનું ખાસ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલવા માટે મલ્ટિપલ પાર્ટનર્સ સાથે કામ કરશે. તે માટે પશ્ચિમ બંગાળ ઇનોવેશન અને કન્ઝ્યુમર ડિવાઇસ માટે હાઇ-ટેક ટેકનોલોજીનું હબ બનશે. તેમાં મોબાઇલ ફોન, સેટ-ટોપ બોક્સ અને અન્ય ડિવાઇસીસનું ઉત્પાદન કરાશે. 4G પર કર્યું સૌથી વધુ રોકાણ અંબાણીએ જણાવ્યું કે મમતા દીદી (પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી)ના નેતૃત્વમાં રાજ્યમાં બિઝનેસ માટે અનુકૂળ માહોલ બન્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રાજ્યમાં 4500 કરોડ રૂપિયાના રોકાણનું કમિટમેન્ટ કર્યું હતું પરંતુ 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું કે બંગાળમાં આરઆઇએલ એક સૌથી મોટા રોકાણકાર તરીકે ઊભરી છે. સૌથી અધિક રોકાણ આરઆઇએલની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના 4જી હાઇસ્પીડ મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્ક માટે કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે, `દીદી, અમે તમારા કારણે અહીં મોટું રોકાણ કરી શક્યા, કારણ કે તમે અહીં બિઝનેસને અનુરૂપ માહોલ તૈયાર કર્યો અને નીતિગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનાવ્યું.' ડિજિટલ સર્વિસ સેન્ટર ખોલશે રિલાયન્સ અંબાણીએ કહ્યું કે જિયો ફોનના મેન્યુફેક્ચરિંગ માટે પગલું લેવાઇ ચૂક્યું છે. કંપની રાજ્યના પાંચ જિલ્લામાં ડિજિટલ સર્વિસ સેન્ટરની સ્થાપના પણ કરશે, જેનાથી અહીં ઇ-કોમર્સ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળી શકે અને નાના વેપારીઓને મદદ મળે. તેમણે કહ્યું કે દીદીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ દેશમાં નંબર એક રાજ્ય બન્યું છે. કંપની રાજ્ય સરકાર સાથે મળીને અહીંની ટેલેન્ટને આગળ લાવવાનું કાર્ય કરશે. અંબાણીએ કહ્યું કે અમે આગામી થોડા વરસોમાં જિયો અને સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ, રીટેલ તથા રેટ્રો-રીટેલ પર વધારાનું રૂ.5000 કરોડનું રોકાણ કરીશું.
  • RIL will invest Rs.5,000 crore in West Bengal to manufacture mobile phones, set-top boxes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • RIL will invest Rs.5,000 crore in West Bengal to manufacture mobile phones, set-top boxes
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ