હેન્ડીક્રાફ્ટ સેલર્સ માટે Flipkartએ લોન્ચ કર્યો એક્સક્લુસિવ ઓનલાઈન સ્ટોર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંગલુરુઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે ગુરુવારે ઈન્ડિયા આર્ટ હાઉસને લોન્ચ કર્યું છે. આ એક એવો એક્સક્લુસિવ ઓનલાઈન સ્ટોર છે જે સેલર્સને તેમના રીજનલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવા માટે એક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવશે.
ફ્લિપકાર્ટના ચીફ બિઝનેસ ઓફિસર અંકિત નાગોરીએ કહ્યું હતું કે, 70 લાખથી વધારે કારીગરો સાથે ભારત વિશ્વમાં અદભૂત કલાકૃતિઓ અને પારંપરિક ઉત્પાદનો માટે જાણીતું છે. ઈન્ડિયા આર્ટ હાઉસનો ઉદ્દેશ કારીગરોની પ્રોડક્ટને એક જ છત નીચે લાવવાનો છે અને તેમને ભૌગોલિક ગ્રાહકો ઉપલબ્ધ કરાવવાનો છે.
આ સ્ટોર દ્વારા ગ્રાહકો ક્રાફ્ટસ, હોમ ડેકોર અને ફર્નિશિંગ, પેઈન્ટિગ્સ તથા હેન્ડલૂમ આઈટમો ખરીદી શકે છે. હાલ ફ્લિપકાર્ટ ભારતમાં 15 રાજ્યોમાં પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવી રહી છે અને આવતાં કેટલાંક મહિનાઓમાં તેમાં બીજા રાજ્યો ઉમેરવામાં આવશે. નાગોરીએ જણાવ્યું કે 10,000 હેન્ડ મેડ અને પારંપરિક હેન્ડીક્રાફ્ટ્સ પ્રોડક્ટ સ્ટોરમાં છે. ગ્રાહકો તેમની પસંદગીના રાજ્યની પ્રોડક્ટ્સને આ પ્લેટફોર્મ દ્વારા ખરીદી શકશે.
અન્ય સમાચારો પણ છે...