તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તહેવારો પહેલા જોબની તક, ફ્લિપકાર્ટ-સ્નેપડીલ કરશે 20,000 લોકોની ભરતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ તહેવારોની સીઝન પહેલા ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ 20,000 લોકોની ભરતી કરી શકે છે. ફ્લિપકાર્ટ અને સ્નેપડીલની 10-10 હજાર ટેમ્પરરી સ્ટાફ હાયર કરવાની યોજના છે. આ એપોઇન્ટમેન્ટ તહેવારોની માગ પૂરી કરવા માટે ડિલિવરી તથા લોજિસ્ટિક્સ સર્વિસીસ માટે હશે. કંપનીઓ ફેસ્ટિવલ સીઝનમાં વેચાણ વધારવા માટે અનેક ઓફરો કરવાની તૈયારીમાં છે અને તેથી ડિલિવરી સરળતાથી કરી શકાય તે માટે તેઓ માણસોની ભરતી કરવાની છે. ફ્લિપકાર્ટ આ વર્ષે બિગ બિલિયન ડેઝ લાવશે...
- ફ્લિપકાર્ટના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફરિસર નીતિન સેઠે જણાવ્યું કે, ફેસ્ટિવલ સીઝન શરૂ થઇ રહી છે. અમને વિશ્વાસ છે કે બિગ બિલિયન ડે (સેલ) ગયા વર્ષ કરતા વધુ મોટો અને વધુ સારો હશે.
- સેઠે કહ્યું કે, ડિલિવરી મોડલને મજબૂત બનાવવા માટે અમે લોજિસ્ટિક્સમાં 10,000 ટેમ્પરરી સ્ટાફ હાયર કરવાની તૈયારી કરી રહ્યા છીએ. આ હાયરિંગ દેશભરમાં થશે.
- સેઠના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટને આ ફેસ્ટિવ સીઝનમાં મોટી ડિમાન્ડની આશા છે અને તેથી આ તૈયારી થઇ રહી છે.
અત્યારે છટણીની કોઇ વાત નથીઃ ફ્લિપકાર્ટ

-ફ્લિપકાર્ટમાંથી 800 લોકોને કાઢી મૂકવાના રીપોર્ટસ અંગે સેઠે જણાવ્યું કે અત્યારે એવું કશું નથી.
- સેઠે કહ્યું કે, આગામી મહિનાઓમાં અમે ફ્લિપકાર્ટમાં કોઇ પ્રકારની છટણીના સમાચારને સંપૂર્ણ નકારી કાઢીએ છીએ.
- તેમણે કહ્યું કે કંપની બિઝનેસ ગોલ હાંસલ કરવા માટે હાયરિંગ પ્લાન બનાવી રહી છે. જોકે, કંપનીએ જણાવ્યું નથી કે કેટલા કર્મચારીઓને કાઢી નંખાયા. સૂત્રો અનુસાર, 1,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
આગળ વાંચો, સ્નેપડીલ પણ કરશે ટેમ્પરરી હાયરિંગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો