• Gujarati News
  • National
  • Flipkart, Amazon And Snapdeal Offering New Schemes To Rise Sale Before Festive Season

ડિસ્કાઉન્ટ અને વેચાણ માટે ઇ-કોમર્સ કંપનીઓના નવા અખતરા, આપી રહી છે સ્પેશ્યલ ઓફર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઇ-કોમર્સ કંપનીઓ જેવી કે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલે ફેસ્ટિવ સીઝનની તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીઓએ ઓક્ટોબરમાં શરૂ થનારા બિગ સેલ પહેલા ગ્રાહકોને લોભાવવા નો-કોસ્ટ ઇએમઆઇ, એક્સ્ચેન્જ ઓફર અને રીફર્બિશ્ડ પ્રોડક્ટ્સ (સેકન્ડ હેન્ડ) જેવી નવી સ્કીમ્સ શરૂ કરી છે. એક્સપર્ટસનું કહેવું છે કે ઇ-કોમર્સ કંપનીઓ ફેસ્ટિવ સીઝન પહેલા ડિસ્કાઉન્ટ આપવા તથા વેચાણ વધારવા માટે નવા વિકલ્પો શોધી રહી છે. સરકારના નવા નિયમોના કારણે આ કંપનીઓ પ્રોડક્ટસની કિંમતોમાં વધુ ફેરફાર નથી કરી શકતી.
ડિસ્કાઉન્ટ અને સેલ વધારવાના નવા અખતરા
બ્રાંડ એક્સપર્ટ હરીશ બિજુરે મનીભાસ્કરને જણાવ્યું કે ઇ-કોમર્સ કંપનીઓ ફેસ્ટિવ સીઝનમાં ડિસ્કાઉન્ટ આપવા અને વેચાણ વધારવાના નવા ઓપ્શન શોધી રહી છે. પ્રોડક્ટ્સની કિંમતોની કિંમતોમાં ફેરફાર નહિ કરવાના કારણે આ કંપનીઓનું વેચાણ પાછલા થોડા સમયથી ઘટી રહ્યું છે. વર્ષના છેલ્લા બે-ત્રણ મહિના આ કંપનીઓ માટે મહત્ત્વના છે.
ફ્લિપકાર્ટે મોટી પ્રોડક્ટ્સ પર લગાવ્યો દાવ

ફ્લિપકાર્ટના પ્રવક્તાએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યુંકે પ્રોડક્ટ એક્સચેન્જ અને નો-કોસ્ટ ઇએમઆઇ સ્કીમથી મોટા એપ્લાયન્સ જેવા કે ટીવી, વોશિંગ મશીન વગેરેને પ્રમોટ કરી શકાય છે. કંપની ઓક્ટોબરમાં દેશમાં વેચાનારી બધી એલઇડી ટીવીનો 20 ટકા બજાર હિસ્સો હાંસલ કરવાનું ટાર્ગેટ રાખે છે.
સ્માર્ટફોન પર એક્સચેન્જ અને નો-કોસ્ટ ઇએમઆઇ
આ ઉપરાંત આ સ્કીમ સ્માર્ટફોન સેગમેન્ટ માટે પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ ફ્લિપકાર્ટે એપલના આઇફોન 6 અને આઇફોન 6s માટે એક્સચેન્જ અને નો-કોસ્ટ ઇએમઆઇની ઓફર રજૂ કરી હતી. જ્યારે કંપનીએ શાઓમીના નવા Mi 3s Primeને વેચવા માટે એક્સ્લુઝિવ ટાઇઅપ કર્યું છે. આ ટાઇઅપ મારફત પણ કંપની એક્સચેન્જ અને નો-કોસ્ટ ઇએમઆઇની ઓફર આપી રહી છે.
આગળની સ્લાઇડમાં- રીફર્બિશ્ડ માર્કેટમાં ઊતરી એમેઝોન...
અન્ય સમાચારો પણ છે...