સુપર ફાસ્ટ મોડમાં ઈ-કોમર્સ, હવે 3-4 કલાકમાં ડિલિવરી આપવાની તૈયારીમાં કંપનીઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ભારે ડિસ્કાઉન્ટ આપીને ગ્રાહકોને આકર્ષિત કરનારી ઈ-કોમર્સ કંપનીઓ પર હવે કસ્ટમર્સને જાળવી રાખવાનું દબાણ જોવા મળી રહ્યું છે. આ કારણે નવી કંપનીઓ વધુને વધુ કસ્ટમર્સ સર્વિસ પર ધ્યાન આપી રહી છે. અત્યાર સુધી ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને 24 કલાકની અંદર ડિલિવરી કરવાનો વાયદો કરતી હતી, પરંતિ હાઈપર લોકલ અને લોકલ દુકાનોથી મળી રહેલી તીવ્ર સ્પર્ધાના કારણે હવે કંપનીઓ 3-4 કલાકની અંદર ડિલિવરી કરવાની તૈયારીમાં છે.
કંપનીઓનું કહેવું છે કે લોકલ દુકાનદાર અને હાઈપર લોકલ શોપ્સ તેમના ગ્રાહકોના ફોન પર ઓર્ડર બુક કરે છે અને થોડાં જ કલાકોની અંદર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ આપે છે. આ સંજોગોમાં અમારા માટે ડિલિવરી બને તેટલી વહેલી થાય એ જરૂરી થઈ ગયું છે. આ માટે લોકલ દુકાનદારોને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડવામાં આવી રહ્યા છે.
શું છે એમેઝોનની સ્ટ્રેટેજી
એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે મનીભાસ્કરને જણાવ્યું હતું કે, કંપનીઓ ગ્રોસરી ઉપરાંત અન્ય સેગમેન્ટ પર પણ ફોકસ કરી રહી છે. એમેઝોન નવ રાજ્યોમાં 12 કાયમ શરૂ રહેતાં સેન્ટર ચલાવી રહી છે. તેમાં કુલ 20.6 લાખ ક્યૂબિક ફીટ સ્ટોરેજ ક્ષમતા છે. આવતાં થોડાં મહિનાઓમાં આ ક્ષમતા વધશે તેવી આશા છે.
એમેઝોને ડિલિવરી ટાઈમને ઘટાડાવા માટે એમેઝોન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રાઈવેટ લિ. નામની લોજિસ્ટિક કંપની શરૂ કરી છે. આ ઉપરાંત એમેઝોન ઈન્ડિયાએ તેના 20 હજાર સેલર્સમાંથી 12 હજારને ઈઝી શોપિંગ માટે લોન્ચ કર્યા છે. તેનાદ વારા એમેઝોન ઈન્ડિયાના સેલર્સ પોતાની પસંદગીના કોરિયર પાર્ટનરેને પસંદ કરી શકે છે અને એક જ દિવસમાં પ્રોડક્ટ ડિલિવરી કરી શકે છે.
લોકલ સ્ટોર્સને પહેલાં જ જોડી ચૂકી છે કંપનીઓ
ફ્લિપકાર્ટ તેની લોજિસ્ટિક યૂનિટ ઈ-કોર્ટને મજબૂત કરવાની યોજના બનાવી રહ્યું છે. ફ્લિપકાર્ટ લોકલ સ્ટોર્સની સાતે સમજૂતી કરીને કેટલાંક કલાકોમાં જ પ્રોડક્ટની ડિલિવરી કરવાનો દાવો કરી રહી છે. એમેઝોન ઈન્ડિયા અને બિગ બાસ્કેટે તાજેતરમાં જ આ પ્રકારની સર્વિસ શરૂ કરી છે.
ફ્લિપકાર્ટ મુજબ કંપની હાઈપર લોકલ સાથે મળીને નવી પ્રકારની વસ્તુઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જોકે, કંપનીએ આ અંગે વિસ્તૃત જાણકારી આપી રહી નથી. મુંબઈની લોકલ બનિયા ડોટ કોમે પહેલાં 2 કલાકની અંદર ડિલિવરી સર્વિસ શરૂ કરી છે.
હાઈપર લોકલ બન્યું ફાસ્ટ ડિલિવરીનો નવો ફન્ડા
હાઈપર લોકલ ડિલિવરી નવો ફ્ન્ડા બની રહ્યું છે. આ વર્ષે આ સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. ઓન ડિમાન્ડ સ્ટાર્ટ અપ્સ જેવા ગ્રોફર્સ અને પેપરટેપે સિક્યુઅલ કેપિટલ તથા ટાઈગર ગ્લોબલ જેવા રોકાણકારો પાસેથી જંગી ભંડોળ એકત્ર કર્યું છે. આ કંપનીઓ ખાસ કરીને પાર્ટનર સ્ટોર્સથી પ્રોડક્ટની ડિલિવરી કરે છે. જેને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન રિટેલર્સ મોટો પડકાર આપી રહ્યા છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ આપી રહ્યું છે 2 કલાકમા ડિલિવરી...