• Gujarati News
  • Heavy Discount Model Will Not Success In E Commerce Long Time

જંગી ડિસ્કાઉન્ટની તૈયારીમાં ઈ-કોમર્સ કંપનીઓ, ફેસ્ટિવ સીઝન પર લગાવશે દાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈ- કોમર્સ કંપનીઓએ ફેસ્ટિવ સીઝન માટે તૈયારી કરી લીધી છે. ભારે ડિસ્કાઉન્ટ આપીને મોટા પાયે બજાર પર કબજો કરનારી ઈ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહકો જાળવી રાખવા હાલ સૌથી મોટો પડકાર છે. ડિસ્કાઉન્ટમાં ઘટાડાના કારણે ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને એમેઝોન જેવી કંપનીઓનો સેલ્સ ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સુસ્ત પડી ગયો છે. આ સંજોગોમાં કંપનીઓ પર આવતા મહિને ભારે ડિસ્કાઉન્ટ આપવાનું દબાણ વધી ગયું છે. જોકે, રતન ટાટાથી લઈને કિશોર બિયાનીએ કહ્યું છે કે ઈ-કોમર્સ સેક્ટરમાં જંગી ડિસ્કાઉન્ટ આપનારું મોડલ લાંબાગાળા માટે સફળ સાબિત નહીં થાય.
કંપનીઓ ઓક્ટોબર-નવેમ્બરના મહિનઓ એટલે કે દિવાળી આસપાસ સેલ્સ વધારવા માંગે છે. આ કારણે ઈ-કોમર્સ કંપનીઓ ફરી એકવાર મોટો પાયે ફન્ડિંગ એકત્ર કરવાની કોશિશ કરી રહી છે. નિષ્ણાતો મુજબ ઈ-કોમર્સ કંપનીઓ આ વર્ષે ફન્ડિંગ મેળવવાની સાથે સાથે પોતાની બ્રાન્ડ ઈમેજને મજબૂત કરવા અને સેલ્સ ગ્રોથ સુધારવા માટે દિવાળી સીઝનમાં મોટાપાયે ખર્ચ કરશે.
કંપનીઓનો સેલ્સ ગ્રોથ સુસ્ત પડ્યો
ઓનલાઈન ફેશન રિટેલર જબોન્ગ, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ, એમેજોન વગેરેનો સેલ્સ ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઘટ્યો છે. જબોન્ગનો સેલ્સ ગ્રોથ પહેલાં ક્વાર્ટરમાં 35.9 ટકા રહ્યો હતો, જે ગત વર્ષના પ્રથમ છ માસિકમાં 187 ટકા હતો. કન્સલટન્સી ફર્મ પ્રાઈસ વોટર હાઉસ કૂપર (પીડબલ્યૂસી)ના રિપોર્ટ મુજબ, હેવી ડિસ્કાઉન્ટના કારણે ઈ-કોમર્સ કંપનીઓ 1000 કરોડ રૂપિયાના નુકસાન થયું છે. ડિસ્કાઉન્ટ ઘટાડ્યાં બાદ તેના સેલ્સ પર પણ અસર થઈ છે. આ પરિસ્થિતિમાં કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે.
ઈ-કોમર્સ કંપનીઓ ફેબ્રુઆરી અને ઓગસ્ટ વચ્ચે ડિસ્કાઉન્ટ ઓછું કરી દે છે અને એડનો ખર્ચ પણ ઘટાડી નાંખે છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન વેચાણ વધારવા માટે આકર્ષક ડિલ્સ અને એડ પર ખર્ચ વધારવા લાગે છે. જોકે, સ્નેપડીલએ આ અંગે મનીભાસ્કર તરફથી મોકલવામાં આવેલા ઈ-મેલનો કોઈ જ્વાબ આપ્યો નહોતો.
ભારે ડિસ્કાઉન્ટની પ્રતીક્ષામાં ઓનલાઈન ખરીદદારો
છેલ્લાં થોડાંક મહિનાઓ દરમિયાન ઓનલાઈન કંપનીઓ 20થી 40 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. જે કસ્ટમર્સને આકર્ષવામાં ખાસ સફળ થઈ નથી. ઓનલાઈન કંપનીઓ કોઈપણ કિંમત પર વધારે માર્કેટ શેર મેળવવા માંગે છે. આ માટે 50થી 80 ટકા સુધી સેલ્સ જરૂરી હોય છે. આ ટાર્ગેટ માટે ડિસ્કાઉન્ટ મોડલ ફરીવાર રજૂ કરાશે. પીડબલ્યુસીના રિપોર્ટ મુજબ, અડધાથી વધારે કસ્ટમર્સ ડિસ્કાઉન્ટના કારણે ઓનલાઈન શોપિંગ કરે છે.
વાજિક એડવાઈઝર્સ મુજબ, ડિસ્કાઉન્ટ ઓછું હોવાના કારણે સેલ્સ ગ્રોથ ઘટી શકે છે. ઘણી બ્રાન્ડ્સ ઓનલાઈન રિટેલર્સ પર ડિસ્કાઉન્ટ ઘટાડવા માટે દબાણ નાંખી શકે છે. જંગી ડિસ્કાઉન્ટના અભાવમાં કસ્ટમર્સ ઓનલાઈન ખરીદીના બદલે મોલમાં જવાનું વધારે પસંદ કરે છે. ગ્રાહકોને ઈ-કોમર્સ વેબસાઈટ પર જંગી ડિસ્કાઉન્ટની પ્રતીક્ષા હોય છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, દિગ્ગજોએ કહ્યું – ડિસ્કાઉન્ટના ભરોસે ન ચાલી શકે ઈ-કોમર્સ...