• Gujarati News
  • Last Year, E commerce Companies Spent Rs.1,240 Crore On TV Ads

ઈ કોમર્સ કંપનીઓ ટીવી એડ પર લગાવશે રૂ. 4000 કરોડનો દાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપનીઓ જ્યારથી ભારતમાં આવી છે ત્યારથી નવો ટ્રેન્ડ બની ગયો છે. હવે કંપનીઓ ટેલીવિઝન એડ વર્લ્ડમાં નવો ઈતિહાસ બનાવવા જઈ રહી છે. ઈ-કોમર્સ કંપનીઓ એડ વર્લ્ડ ઈતિહાસમાં પેપ્સી-કોક, એરટેલ, વોડાફોન જેવી કંપનીઓ ટ્રેન્ડને પાછળ રાખવામાં લાગી ગઈ છે. ભારતમાં આવું પહેલીવાર થઈ જવા રહ્યું છે જ્યારે ટેલીવિઝનના એડવર્લ્ડમાં ઈ કોમર્સ કંપનીઓ એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યૂરેબલ, ટેલીકોમ કંપનીઓને પાછળ રાખીને પ્રમોશન પર સૌથી વધુ ખર્ચ કરશે. એડ એજન્સીના અંદાજ મુજબ કુલ એડમાં 20 ટકા ભાગીદારી માત્ર ઈ-કોમર્સ કંપનીઓની આ વર્ષે હશે.
ટેલીવિઝન ચેનલ્સ અને ઈ-કોમર્સ એડવર્ટાઈઝર્સ મુજબ આ વર્ષે આશરે 56 ઈ કોમર્સ બ્રાન્ડ લગભગ 2000થી 4000 કરોડ રૂપિયા ટેલીવિઝન પર ખર્ચ કરશે. 30 જૂને સમાપ્ત થયેલાં ત્રિમાસિકમાં આશરે 450 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી ચૂક્યા છે. એક અંદાજ મુજબ, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ક્રિએટિવ એડથી કંપનીઓમાં થશે સ્પર્ધા
ઈ-કોમર્સ કંપનીઓ તેમની ક્રિએટીવ એડ ટેગલાઈન દ્વારા લોકોને આકર્ષવાની કોશિશ કરી રહી છે. એમેજોન ઈન્ડિયાએ હાલમાં જ પોતાની નવી ટીવી એડની ટેગલાઈન ‘ઔર દિખાઓ ઔર દિખાઓ’ રાખી છે. ફ્લિપકાર્ટની ટીવી એડની ટેગલાઈન ‘અચ્છા કિયા જો નહીં ખરીદા’ છે. સ્નેપડીલે ‘દિલ કી ડીલ‘ ટીવી એડ લોન્ચ કરી છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર બોલીવુડ સ્ટાર્સ પણ સામસામે
ઈ-કોમર્સ કંપનીઓ માર્કેટ શેર પર કબજો કરવા માટે બોલીવૂડ અભિનેતાઓ અને અભિનેત્રીઓને સાઈન કરી રહ્યા છે. જે રીતે કોકા કોલા માટે આમિર ખાન અને પેપ્સી માટે શાહરૂખ ખાન એડમાં સામ સામે છે. સ્નેપડીલે આમિર ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. યેપમીએ શાહરૂખ ખાનને સાઈન કર્યો છે, આ ઉપરાંત મિન્ત્રાએ બ્રાન્ડ પ્રમોશન માટે રણવીર કપૂરની પસંદગી કરી છે.
મોટી બ્રાન્ડની સ્પોન્સરશિપ મેળવવા માટે જામશે હોડ
મીડિયા રિપોર્ટ મુજબ ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમે આઈપીએલ ફ્રેન્ચાઈઝી ખરીદવા રસ દાખવ્યો છે. ઈ-કોમર્સ કંપનીઓના બ્રાન્ડ પ્રમોશનની વધતી લોકપ્રિયતા માત્ર ક્રિકેટ પૂરતી જ મર્યાદીત નથી રહેવાની. આ કંપનીઓ બોલીવૂડ મૂવીઝ અને ફિલ્મ ફેર એવોર્ડમાં સક્રિય થઈ શકે છે. આ પરિસ્થિતમાં જૂના સ્પોન્સર્સ માટે તેમનું સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ બની શકે છે.
ટીવી એડ પર 20 ટકા ઈ કોમર્સ કંપનીઓને કબજો થશે
મીડિયા એડ એજ્સી ગ્રુપ એમ કેના વરિષ્ઠ અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું હતું કે, ગત વર્ષે કંપનીઓએ આશરે 19000 કરોડ રૂપિયા ટીવી વિજ્ઞાપન માટેખર્ચ કર્યા હતા. તેમાંથી 8 ટકા એટલે કે 1240 કરોડ રૂપિયા ઈ કોમર્સ કંપનીઓ પર ખર્ચ્યા હતા. આ કારણે કુલ ટીવી વિજ્ઞાપન થનારાં ખર્ચમાં ઈ કોમર્સ કંપનીઓની ભાગીદારી 20 ટકા રહી શકે છે. મીડિયા એજન્સીના માનવા મુજબ 2015માં 22000 કરોડ રૂપિયાનો ખર્ચ ટીવી જાહેરાત પર કરવામાં આવી શકે છે. ઘણી વેન્ચર કેપિટલ ભારતીય ઈ કોમર્સ સેક્ટરમાં રોકાણ કરી શકે છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ટીવી એડ પર કેમ દાવ લગાવી રહી છે કંપનીઓ...