તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્ટ્રાટેકે ખરીદ્યો જેપી એસોસિયેટ્સનો સીમેન્ટ પ્લાન્ટ, રૂ. 165,000 કરોડમાં થયો સોદો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જેપી એસોસિયેટ્સનો સીમેન્ટ પ્લાન્ટ ખરીદવા માટે અલ્ટ્રાટેક સીમેન્ટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. બીએસઇને આપેલી જાણકારમાં અલ્ટ્રાટેક સીમેન્ટે જણાવ્યું હતું કે જેપી એસોસિયેટ્સના પ્લાન્ટસને રૂ. 16,500 કરોડમાં ખરીદશે. આ બાબતે બન્ને કંપનીઓ વચ્ચે કરાર થઇ ગયા છે. જેપી એસોસિયેટ્સના આ પ્લાન્ટસ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર અને કર્ણાટકમાં છે.
હસ્તાંતરણ બાદ અલ્ટ્રાટેકની ક્ષમતા વધીને 9.07 કરોડ ટનની થશે
જેપી એસોસિયેટ્સના આ પ્લાન્ટસની 2.24 કરોડ ટન છે. તેને ખરીદ્યા બાદ અલ્ટ્રાટેક સીમેન્ટની ક્ષમતા 0.83 કરોડ ટનથી વદીને 9.07 કરોડ ટનની થઇ જશે. તેમજ તે સતના, ઇસ્ટ યૂપી, હિમાચલ પ્રદેશ અને તટીય પ્રદેશ સુધી પહોંચી શકશે.
જેપી ગ્રુપ પર છે આશરે રૂ. 60,000 કરોડનું દેવુ
જેપી ગ્રુપ પોતાના દેવામાં ઘટાડો કરવા માટે મિલકતોનું વેચાણ કરી રહ્યું છે. જેપી ગ્રુપ પર રૂ. 60,000 કરોડનું દેવુ્ં છે. તેમજ તેના ધિરાણદારો દેવું પૂરું કરવા માટે તેની પર સતત દબાણ વધારી રહ્યા છે. સીમેન્ટ પ્લાન્ટ ઉપરાંત ગ્રુપે એક હાઇડ્રો પાવર પ્લાન્ટ પણ વેચ્યો છે. જેપી ગ્રુપે જેએસડબ્લ્યુ ગ્રુપને 1391 મેગાવોટ કેપેસિટીનો પાવર પ્લાન્ટ રૂ. 9,300 કરોડ રૂપિયામાં વેચ્યો છે, જ્યારે બીના પાવર પ્લાન્ટ વેચવાની વાત ચાલી રહી છે.
અલ્ટ્રાટેક દેશની સૌથી મોટી સીમેન્ટ કંપની છે. જેપી એસોસિયેટ્સના સીમેન્ટ પ્લાન્ટસને ખરીદવાની દોડમાં અલ્ટ્રાટેક સિવાય કેકેઆર, દાલમિયા સીમેન્ટ અને જેએસડબ્લ્યુ સીમેન્ટ પણ હતા. પરંતુ અલ્ટ્રાટેક બાજી મારવામાં સફળ રહી હતી.
અન્ય સમાચારો પણ છે...