તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ જવેલરી કંપનીએ ONGCને પાછળ પાડી, ફોરચ્યુન 500માં ભારતની 7 કંપનીઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યુયોર્ક: ફોરચ્યુન 500ના લિસ્ટમાં સાત ભારતીય કંપનીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં પ્રથમ નંબર વોલમાર્ટનો છે. ભારતીય કંપનીઓમાં ઈન્ડિયન ઓયલ કોર્પ(આઈઓસી) ટોપ પર છે. આ વર્ષે લિસ્ટમાં ઓએનજીસી બહાર થઈ ગઈ છે, તેની જગ્યાએ રાજેશ એકસપોર્ટસ સામેલ થઈ છે. ફોરચ્યુનના લિસ્ટમાં સામેલ કંપનીઓને રેવન્યુ પ્રમાણે રેન્કિંગ આપવામાં આવે છે.
ભારતીય કંપનીઓમાં ટોપ પર કોણ ?
ભારતીય કંપનીઓમાં સૌથી આગળ આઈઓસી છે. આઈઓસી 16માં નંબર પર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પની રેવન્યુ 5,470 કરોડ ડોલર છે. ગત વર્ષે આઈઓસીનો રેન્ક 119મો હતો. બીજી સરકારી કંપની ઓએનજીસી વર્ષ 2016માં લિસ્ટની બહાર થઈ ગઈ છે. ઓએનજીસીની જગ્યાએ જેમ્સ એન્ડ જવેલરી કંપની રાજેશ એકસપોર્ટની એન્ટ્રી થઈ ગઈ છે.
કઈ છે બીજી ભારતીય કંપનીઓ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ લિસ્ટમાં 215માં નંબર પર છે, ગત વર્ષે તેનો રેન્ક 158મો હતો. ટાટા મોટર્સનો રેન્ક 226મો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું રેન્કિંગ ગત વર્ષ કરતા વધીને 232મું થયું છે. જેનું રેન્કિંગ ગત વર્ષે 260 હતું. ભારત પેટ્રોલિયમનું રેન્કિંગ 358 થયું છે. જે ગત વર્ષે કંપનીનું રેન્કિંગ 280 હતું. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ગ્લોબલ ફોરચ્યુન 500ના લિસ્ટમાં 367માં રેન્કે પહોંચી ગઈ છે. રાજેશ એકસપોર્ટ પ્રથમવાર લિસ્ટમાં આવી છે. તેનું રેન્ક 423મું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો