રાજેશ એક્સપોર્ટ્સે ખરીદી વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જ્વેલરી કંપની રાજેશ એક્સપોર્ટ્સે સોમવારે કહ્યું હતું કે, તેણે સ્વિત્ઝરલેન્ડની ગોલ્ડ રિફાઈનરી કંપની વૈલકેમ્બીને 40 કરોડ ડોલર (આશરે 2560 કરોડ રૂપિયા)માં ખરીદી લીધી છે. આ સમગ્ર સોદો રોકડમાં થયો છે.
રાજેશ એક્સપોર્ટે બીએસઈને આપેલી માહિતીમાં કહ્યું છે કે, રાજેશ એક્સપોર્ટ્સ લિ. (REL)ની સિંગાપરમાં આવેલી સંપૂર્ણ માલિકીવાળી કંપની યૂરોપીયન ગોલ્ડ રિફાઈનરીએ વેલકેમ્બીની 100 ટકા ભાગીદારી ખરીદી લીધી છે. આ સમગ્ર સોદો 40 કરોડ ડોલરમાં થયો છે.
રાજેશ એક્સપોર્ટ પહેલાં વલકેમ્બીનો માલિકી હક ન્યૂમોન્ટ માઈનિંગ પાસે હતો, જે જ્વેલરી બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની છે. વિશ્વભરમાં સોનાના ભાવમાં થયેલાં ઘટાડાંના કારણે ખાણ અને રિફાઈનિંગ કરનારી કંપનીઓને ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. જે કંપીઓનો ખર્ચ વધારે છે તેવી ઘણી કંપનીઓ બંધ થઈ ચૂકી છે અને કેટલીક બંધ થવાની અણી પર છે. ખોટમાં ચાલી રહેલી આવી કંપનીઓને ખરીદવાનો આ યોગ્ય મોકો હોઈ શકે છે અને આ વાતનો ફાયદો ઉઠાવતાં રાજેશ એક્સપોર્ટેસે તેને ખરીદી લીધી છે.
આ સોદા પર રાજેશ એક્સપોર્ટ્સના ચેરમેન રાજેશ મહેતાએ કહ્યું હતું કે, આરઈએલ અને વેલકેમ્બી બંને મળીને ગ્લોબ્લ ગોલ્ડ બિઝનેસનું વિસ્તરણ કરશે અને આરઈએલ ગ્રુપના ગ્લોબલ પ્લાન માટે ઘણું લાભદાયક રહેશે.
અન્ય સમાચારો પણ છે...