તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NSEL કૌભાંડ કેસઃ ફાઇનાન્શિયલ ટેક.ના રૂ.2000 કરોડ સીઝ, ઓફિસ પણ એટેચ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઇએલ)ના કૌભાંડ કેસમાં મુંબઇ પોલિસે ફાઇનાન્શિયલ ટેકનોલોજિસ ઇન્ડિયા લિમિટેડના રૂ.2,000 કરોડના બેંક બેલેન્સને સીઝ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફાઇનાન્શિયલ ટેકનોલોજિસના ફાઉન્ડર જિગ્નેશ શાહ 1 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રૂ.5,600 કરોડના આ સ્કેમમાં ઇડીએ જિગ્નેશ શાહને ગયા સપ્તાહે મંગળવારે એરેસ્ટ કર્યા હતા અને પછીના દિવસે કોર્ટમાં તેમની કસ્ટડી માગી હતી.
મની લોન્ડ્રિંગમાં સંડોવાયા હોવાની શંકા

ઇડીના વકીલ હિતેન ગાંવકરે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે આ મામલે ઇડીને નવી હકીકતો મળી છે. તેમાં જિગ્નેશ શાહ પણ મની લોન્ડ્રિંગમાં સંડોવાયેલા હોવાની શંકા છે. તેથી ઇડી મની લોન્ડ્રિંગનો એક નવો કેસ દાખલ કરવા માગે છે. તે માટે શાહને ઇડીની કસ્ટડીમાં મોકલવામાં આવે, જેથી હકીકતોની પુષ્ટિ થઇ શકે.
શાહના વકીલે હકીકતોને ગણાવી નિરાધાર

શાહના વકીલ અબાદ પોંદાએ ઇડીના આરોપોને નરાધાર ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે શાહ અગાઉ પર 100 દિવસ જેલમાં રહી ચૂક્યા છે. તે પછી હાઇકોર્ટે તેમની જામીન આપ્યા હતા. તે વખતે પણ આ કેસમાં શાહની બાબતમાં કશું મળ્યું ન હતું. જોકે, કોર્ટે બંને પક્ષોને સાંભળીને ઇડીની અરજી મંજૂર કરી હતી અને શાહને ઇડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો