તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ટરકાર્ડ પર 1.27 લાખ કરોડનો દંડ, 16 વર્ષ સુધી વધુ ચાર્જ વસુલવાનો આરોપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનઃ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની સર્વિસ આપનારી વિશ્વની સૌથી મોટી કંપની માસ્ટરકાર્ડ પર બ્રિટનમાં ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. માસ્ટરકાર્ડ પર લગભગ 1.27 લાખ કરોડ રૂપિયા( 19 અબજ ડોલર)નો દંડ ફટકારવામાં આવ્યો છે. લંડનમાં જમા કાર્ડ ડોક્યુમેન્ટના જણાવ્યા પ્રમાણે, કંપની પર વધુ ફીસ ચાર્જ કરવાનો આરોપ લાગ્યો છે.
શું છે મામલો ?
માસ્ટરકાર્ડ પર આરોપ છે કે તેણે 16 વર્ષ સુધી ગ્રાહકો પાસેથી ખુબ જ વધુ ફીસ વસુલી છે. 1992થી 2008ની વચ્ચે કંપનીએ લાખો વખત ટ્રાન્ઝેકશન કર્યું છે અને દરેક વખતે વધુ ફીસ વસુલવામાં આવી છે. વાલ્ટર મેરિક્સે લો કંપની ક્વિન એમાનુઅલની મદદથી આ અરજી દાખલ કરી છે. કંપનીએ કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલમાં કેસ કરાવ્યો છે.
4.6 કરોડ કસ્ટમર્સને આપવું પડશે વળતર
માસ્ટરકાર્ડની વિરુધ્ધમાં દાખલ કરવામાં આવેલી અરજી બ્રિટનના કાયદાકીય ઈતિહાસની સૌથી મોટી ફાઈનાન્સિયલ અરજી છે. જો માસ્ટર કાર્ડની કંપની હારે તો તેણે બ્રિટનના 4.6 કરોડ માસ્ટર કાર્ડ યુઝર્સને પૈસા પરત કરવાના રહેશે.
દરેક કસ્ટમર્સને આપવા પડશે 25,800 રૂપિયા
મેરિક્સનું કહેવું છે કે ક્લેમ ફાઈલ કરવો તે પહેલું પગલું છે. જે અંતર્ગત માસ્ટરકાર્ડ એ જ કર્યું તેનું ગ્રાહકોને વળતર મળશે. જે પણ વ્યક્તિ બ્રિટનમાં રહી રહી છે અને તે 16 વર્ષની ઉંમરથી ક્રેડિટ કાર્ડ, કેશ અથવા ચેક યુઝ કરી રહ્યાં છે તેને પણ કેસનો ફાયદો મળશે. રોયટર્સના કેલકયુલેશનના જણાવ્યા પ્રમાણે, પ્રત્યેક વ્યક્તિ જે 25,800 રૂપિયાથી વધુ(300 પાઉન્ડથી વધુ)નું વળતર મળશે.
કંપનીએ શું કહ્યું ?
બ્રિટનમાં કરવામાં આવેલા કેસમાં માસ્ટર કાર્ડએ જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે દ્રઢતાની સાથે કલેમના આધારનો અસ્વીકાર કર્યે છીએ અને અમે સંપૂર્ણ તાકાતથી તેનો વિરોધ કરવા માંગીએ છીએ.
આગળની સ્લાઈડમાં- કંપનીએ નિયમોને તોડ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો