તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Liquor Baron Vijay Mallya Step Down As A Chairman Of United Spirits, He Would Be Moving To England

વૈભવી ઠાઠ માટે જાણીતા માલ્યા છોડશે હવે દેશ, અબજોનું છે દેવું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: યુબી ગ્રુપના ચેરમેન વિજય માલ્યાએ યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડનું ચેરમેનપદથી રાજીનામું આપ્યું છે. આ કંપનીની સ્થાપના એમના પરિવારે કરી હતી, જોકે હવે એના પર વૈશ્વિક શરાબ કંપની ડિયાજિયોનું નિયંત્રણ રહેશે. આ સાથે ડિયાજિયો માલ્યાને રૂ. 515 કરોડ આપવા સહમત થઈ હતી. અને તેમને કંપનીની બધા જ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કર્યા છે.

માલ્યાને ઘણી બેન્કોએ વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા હતા, કેમ કે તેમણે કિંગફિશર એરલાઇન્સ માટે અનેક બેન્કો પાસેથી લોનો લીધી હતી. કિંગફિશર એરલાઇન ત્યાર બાદ નાણાકીય મુસ્કેલીમાં મુકાઈ હતી અને કંપની બંધ થઈ હતી. માલ્યાએ જણાવ્યું હતું કે તેઓ હવે તેમના બાળકો સાથે ઇંગ્લેન્ડમાં બાકીનો સમય વિતાવશે. જોકે તેમના પુત્ર સિદ્ધાર્થ યુએસએલ ગ્રુપની કંપનીના ડિરેક્ટર તરીકે ઓછામાં ઓછા બે વર્ષ સુધી ચાલુ રાખવા માટે ડિયાજિયો સંમત થઈ હતી. યુએસએલ ગ્રુપ આઇપીએલ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટમાં આરસીબી ક્રિકેટ ટીમની માલિક છે. ભાસ્કર તમને આજે અહીં એક સમયના 'કિંગ ઓફ ગૂડ ટાઈમ્સ' તરીકે ઓળખાતા વિજય માલ્યા વિશે જણાવી રહ્યું છે.

'કિંગ ઓફ ગૂડ ટાઈમ્સ'

લીકરના વ્યવસાયમાંથી પોતાનું અમ્પાયર ઉભા કરનારા અને ક્યારેક દેશના જાતે જ બની બેઠેલા 'કિંગ ઓફ ગૂડ ટાઈમ્સ' એવા માલ્યા બીયર, એરલાઈન્સ, ફર્ટિલાઈઝર્સ તેમજ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પણ રોકાણ ધરાવે છે. જોકે, યુબી ગ્રુપના નેજા હેઠળ માલ્યાએ જે કંપનીઓમાં રોકાણ કર્યું છે તેમાં તેમનો હિસ્સો સતત ઘટી રહ્યો છે, જ્યારે કેટલીક કંપનીઓમાં તેમનો હિસ્સો બેંક પાસે ગીરવે પડ્યો છે અને કેટલાકનું તો વેચાણ પણ શરૂ થઈ ગયું છે. તેનાજ ભાગ રૂપે એસબીઆઇએ કિંગફિશર હાઉસ પર કબ્જો કરી લીધો છે.
વિજય માલ્યા વિશે વધુ જાણવા....સ્લાઇડ્સ બદલતા રહો......
અન્ય સમાચારો પણ છે...