બ્રિટિશ ઇન્ડિયાના સિક્કાઓથી ઘડિયાળ બનાવે છે આ કંપની, તમે કરી શકો ઓર્ડર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ જયપુર વોચ કંપનીના માલિક ગૌરવ મહેતા
નવી દિલ્હીઃ જયપુરના રહેવાસી ગૌરવ મહેતાની કંપની જયપુર વોચ હાઉસ યૂનીક ઘડિયાળો બનાવે છે. આ ઘડિયાળો બ્રિટિશ ઇન્ડિયાના સિક્કાઓથી બનાવાય છે. ઘડિયાળના ડાયલમાં આ કોઇનને ફિટ કરવામાં આવે છે. ગૌરવે આ ફિલ્ડમાં કોઇ અભ્યાસ નથી કર્યો, પરંતુ તેમના બાળપણના એન્જિનિયરિંગે આજે તેમને આ મુકામ સુધી પહોંચાડયા છે. પિતાની આપેલી ઘડિયાળો ખોલવા અને તેને બંધ કરવાની કળા દ્ધારા ગૌરવ આજે પોતાની કંપનીના માલિક બની ગયા છે. આ સફળતા અંગે મનીભાસ્કરના સંવાદદાતા દુષ્યંત કુમારે ગૌરવ મહેતા સાથે વાત કરી.
પિતાએ લાવીને આપી પ્રથમ ઘડિયાળ
ગૌરવ મહેતાને નાનપણમાં તેમના પિતાએ HMT ની ઘડિયાળ લાવીને આપી હતી. ગૌરવને લાગ્યું કે શા માટે આ ઘડિયાળને ખોલીને ન જોવી જોઇએ ? એક-એક પાર્ટ્સ ચેક કર્યા બાદ ગૌરવે ઘડિયાળને પાછી બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઘડિયાળ ઠીક ન થઇ. ત્યાર બાદ ગૌરવે ઘડિયાળ ખોલવા અને તેને બંધ કરવાનો શોખ લાગી ગયો. ગૌરવે જણાવ્યું કે આ રીતે મેં કેટલીય ઘડિયાળો ખોલી નાંખી. તેમાંથી કેટલીક રિપેર થઇ ગઇ તો કેટલીક ખરાબ થઇ ગઇ.
સિક્કા એકઠા કરવાનો હતો શોખ
ગૌરવને ઘડિયાળ ઉપરાંત 12 વર્ષની ઉંમરથી જ સિક્કા એકઠા કરવાનો પણ શોખ હતો. દરમ્યાન ગૌરવ બ્રિટિશકાળના સિક્કાઓનું કલેકશન કરવા લાગ્યા. ગૌરવે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે આ સિક્કાઓનો ઉપયોગ ઘડિયાળો બનાવવામાં કરશે.
ભણવા માટે ગયા બ્રિટન
ગૌરવે બ્રિટનના રિસ્ક મેનેજમેન્ટની ડિગ્રી લીધી છે. બ્રિટન જતાં પહેલા કેટલાક દિવસો સુધી તેમનો શોખ પાછળ રહી ગયો. જો કે, તે દર મહિને એક ઘડિયાળ જરૂર ખરીદતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગૌરવે 2005માં લંડનમાં જ નોકરી શરૂ કરી હતી. ત્યાર બાદ લંડન છોડીને મુંબઇ આવી ગયા. તેમણે છ મહિના મુંબઇમાં કામ કર્યું અને પછી આ નોકરી પણ છોડી દીધી. ગૌરવે જણાવ્યું કે મેં મુંબઇની નોકરી છોડયા પછી છ મહિના ઇન્શ્યોરન્સ બ્રોકિંગનું કામ કર્યું. હવે આ કામ પણ ઠીક ન લાગ્યું તો 2007માં જયપુર, લુધિયાણા અને કાઠમંડૂમાં એન્ટરટેનમેન્ટ ઝોન શરૂ કરી દીધું.
આગળની સ્લાઇડમાં જાણો કોઇનથી કેવી રીતે બનાવી ઘડિયાળ...
અન્ય સમાચારો પણ છે...