ક્યા બિઝનેસમેનને પસંદ છે કઈ કાર, વિજય માલ્યા ચલાવે છે આ કાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીએ તાજેતરમાં જ નવી કાર BMW 760Li ખરીદી છે. તેમણે તેને 6.5 કરોડ રૂપિયાના ખર્ચે વિશેષ રીતે તૈયાર કરાવી છે. મુકેશ અંબાણીની જેમ ઘણા બિઝનેસમેન તેમની પસંદગીની કાર ચલાવે છે. ભારતના ટોચના બિઝનેસમેને વિશેષ રીતે બનાવામાં આવેલી કારનો ઉપયોગ કરે છે. કયા બિઝનેસમેનને કઈ કાર પસંદ છે તે અંગે મની ભાસ્કર તમને જણાવશે..

વિજય માલ્યા (કિંગ ફિશર)
પસંદગીની કારઃ rolls royce ghost
કિંગફિશરના માલિક વિજય માલ્યા લકઝરી લાઈફ જીવવા માટે જાણીતા છે. તે કારના ઘણાં જ શોખીન છે. તેમની પાસે અનેક કારો છે. જૂની અને નવી કારોનું મોટું કલેકશન તેમની પાસે છે.માલ્યાને રોલ્સ રોયલ્સ ઘોસ્ટ ઘણી પસંદ આવે છે. તે લકઝરી ગાડી છે. જેની કિંમત 3.05 કરોડ રૂપિયાની આસપાસ છે. તેમની પસંદગીની કારોમાં મર્સિડીઝ બેન્ઝની ઘણી મોંઘી કાર મેબાકનો પણ સમાવેશ થાય છે. તેની કિંમત ભારતમાં પાંચ કરોડ રૂપિયાથી વધારે છે. આ ઉપરાંત તેની પાસે ફરારી 1965, કેલિફોર્નિયા સ્પાઈડર, Ensign MN08, રોલ્સ રોયસ 1913 Silver Ghost, જગુઆર XJ220, જગુઆર XJR15 રેસ કાર છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટાની પસંદગીની કાર વિશે..
અન્ય સમાચારો પણ છે...