• Gujarati News
  • Hajmola Enters Ready to Drink Beverage Market With Yoodley

રેડી-ટૂ-ડ્રિંક બની ગયું આપનું ફેવરીટ ‘હાજમોલા’, આ 6 ફ્લેવરમાં મળશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઘર ઘરનું જાણીતું હાજમોલા, હવે નવા રૂપરંગ સાથે તૈયાર છે. હાજમોલા બનાવનારી ડાબર ઇન્ડિયાએ તેને રેડી-ટૂ-ડ્રિંકના રૂપે લોન્ચ કર્યું છે. નવી સ્ટ્રેટેજી હેઠળ કંપની બજારમાં તેને ‘હાજમોલા યૂડલે’ નામથી લાવી રહી છે, જેથી હાજમોલાના નામને નવી બ્રાન્ડ તરીકે વટાવી શકાય. જે રીતે હાજમોલા ચટપટા, ખાટું અને પાચક હોય છે, હાજમોલા યૂડલેની ફ્લેવર પણ આવી જ હશે. મની ભાસ્કર આપને જણાવી રહ્યું છે હાજમોલા યૂડલેની ખાસિયતો અંગે...
આ છ ફ્લેવરમાં મળશે હાજમોલા યૂડલે
ડાબર ઇન્ડિયા પોતાની સૌથી વિશ્વસનીય પાચક બ્રાન્ડ હાજમોલાનો વિસ્તાર કરી રહી છે. કંપની બજારમાં હવે રેડી-ટૂ-ડ્રિંક લાવી રહી છે. જેનું નામ હાજમોલા યૂડલે હશે. નવું હાજમોલા યૂડલે છ ફ્લેવરમાં મળશે. આવારા આમ પન્ના, નીંબૂરા શિકનજી, ગો ગોવા ગુઆવા, ઝક્કાસ જલજીરા, ગોલમાલ ગોલગપ્પા અને કભી કાલા કભી ખટ્ટા ફ્લેવર આપ ખરીદી શકો છો.
30 રૂપિયા હશે એક પેકની કિંમત
આ રેડી ટૂ ડ્રિંક પીણું 250 મિલીના પેકમાં ઉપલબ્ધ હશે, જેની કિંમત 30 રૂપિયા હશે. હાજમોલા યૂડલે કલરફુલ પેકેજિંગમાં રજૂ કરવામાં આવી છે. આ નવી રજૂઆત અંગે લોકોને બતાવવા માટે પ્રિન્ટ, આઉટડોર અને ડિજિટલ માધ્યમો દ્ધારા કંપની 360 ડિગ્રી અભિયાન કરી રહી છે.
આગળની સ્લાઇડમાં જાણો કોલકાતાથી થઇ કંપનીની શરૂઆત...