નવી દિલ્હીઃ હ્રદયના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. એન્જિયોપ્લાસ્ટી માટે જરૂરી મેડિકલ ડિવાઇસ સ્ટેન્ટની કિંમત ડોમેસ્ટીક માર્કેટમાં જલદી ઘટી જશે. સરકારે આની પર મોટું પગલું ભરતાં સ્ટેન્ટની બે કેટેગરીને આવશ્યક દવાઓના લિસ્ટમાં સામેલ કરી દીધી છે.
-હેલ્થ મિનિસ્ટ્રી દ્ધારા બનાવેલી કોર કમિટીના રિપોર્ટ બાદ આ પગલું ઉઠાવાયું છે. આપને જણાવી દઇએ કે સમય સમય પર જરૂરી દવાઓનું લિસ્ટ રિવાઇઝડ કરવામાં આવે છે. જેમાં સામેલ દવાઓ પ્રાઇસ કન્ટ્રોલ હેઠળ આવે છે.
એનપીપીએ નક્કી કરશે સ્ટેન્ટની નવી કિંમત
હેલ્થ મિનિસ્ટ્રીનું કહેવું છે કે ડ્રગ એલ્યુટિંગ સ્ટેન્ટ અને બેર મેટલ સ્ટેન્ટને જરૂરી દવાઓના લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે દેશમાં દવાઓની કિંમત પર નજર રાખનારી એનપીપીએ ચર્ચા વિચારણા કર્યા બાદ નવી કિંમત નક્કી કરશે.
સ્ટેન્ટની કિંમતોથી પરેશાન છે દર્દી
-ભારતમાં વપરાતા મોટાભાગના સ્ટેન્ટ મલ્ટીનેશનલ કંપનીઓના હોય છે, જેનો રેટ હાઇ છે.
-ખાનગી હોસ્પિટલોમાં સ્ટેન્ટની કિંમતો 1 લાખથી 1.5 લાખ રૂપિયાની વચ્ચે છે.
-સરકારના રિપોર્ટ અનુસાર લગભગ 60 ટકા સ્ટેન્ટ પ્રોસિઝર ખાનગી હોસ્પિટલોમાં હોય છે.
-સરકારી હોસ્પિટલોમાં સરકારે લઘુત્તમ 22 હજાર રૂપિયાની કિંમત નક્કી કરી છે. પરંતુ તે સેકન્ડ કે થર્ડ જનરેશનના છે. જયારે માર્કેટમાં હવે ત્રીજા કે ચોથા જનરેશનના સ્ટેન્ટ આવી ગયા છે. જેની ગ્રાહકો ડિમાંડ કરે છે અને તેની કિંમત ઉંચી હોય છે.
કિંમતો નક્કી કરવાથી નહીં ચાલે મનમાની
- હેલ્થ મિનિસ્ટ્રીના એક સીનિયર ઓફિશિયલે જણાવ્યું કે સમસ્યા એ પણ છે કે કેટલીક ખાનગી હોસ્પિટલ એમઆરપીના હિસાબે સ્ટેન્ટની કિંમત લેતી હોય છે. જયારે હોસ્પિટલોના ડિસ્ટ્રીબ્યુટર્સથી એમઆરપીથી ઓછી કિંમતે મળી જાય છે.
-એક વાર સ્ટેન્ટની કિંમત નક્કી થઇ જશે પછી તે ફિક્સ રેટ પર મળશે.
વર્ષ દર વર્ષ વધી રહી છે સ્ટેન્ટની કિંમત
-ભારતમાં હાર્ટની બીમારીની સાથે વર્ષ દર વર્ષ સ્ટેન્ટની કિંમત વધી રહી છે. નેશનલ ઇન્ટરવેન્શનલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર 2014માં 353346 સ્ટેન્ટ પ્રોસિઝર થઇ હતી જેમાં અંદાજે 4.73 લાખ સ્ટેન્ટનો ઉપયોગ થયો હતો.
કયા વર્ષે કેટલા સ્ટેન્ટ પ્રોસિઝર
2010 | 2011 | 2012 | 2013 | 2014 | 2015 |
117420 | 152332 | 177240 | 216817 | 248817 | 353346 |
એન્જિયોપ્લાસ્ટીનો ક્યાં કેટલો ખર્ચ
સરકારી હોસ્પિટલ | ખાનગી હોસ્પિટલ |
જીબી પંત હોસ્પિટલ- 22500 | મેદાંતા,ગુડગાંવ- 2-2.25 લાખ |
એમ્સ - 41000 | મેક્સ, દિલ્હી- 1.5 લાખ |
પીજીઆઇ ચંદીગઢ - 50000 | ફોર્ટિસ, ગુડગાંવ- 1.75 લાખ |
સફદરજંગ હોસ્પિટલ- 65000 | ----- |
આગળની સ્લાઇડમાં વાંચો ચાર સ્ટેપમાં મીટિંગ બાદ કમિટીએ આપ્યો રિપોર્ટ