• Gujarati News
  • Ndia To Get A Fifth Of GM’s $5 Billion Investment For Growth Markets

જનરલ મોટર્સ 1 બિલનય ડોલરનું રોકાણ કરશે, ગુજરાતમાં પ્લાન્ટ થશે બંધ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જનરલ મોટર્સ આગામી વર્ષોમાં ભારતમાં કુલ 1 બિલિયન ડોલર (અંદાજે 6300 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. ભારતમાં કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે જનરલ મોટર્સના ઉચ્ચ અધિકારી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જોકે કંપની ગુજરાતમાં હાલોલ ખાતે આવેલ પ્લાન્ટમાં કામકાજ બંધ કરશે.

જનરલ મોટર્સ દ્વારા ભારતમાં આગામી રોકાણ અંગે જે વાત કરવામાં આવી છે તે કંપનીના 5 બિલિયન ડોલરના આયોજનના ભાગે રૂપે કરવામાં આવશે. આ માટે જનરલ મોટર્સ ચીનની શાંઘાઈ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સાથે મળીના આ રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે, જનરલ મોટર્સ શેવર્લેનો વૈશ્વિક વ્યાપ વધારવા માટે આ રોકાણ કરી રહી છે. ચીનની શાંઘાઈ ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી જનરલ મોટર્સની ભાગીદાર છે.

જનરલ મોટર્સના ચીફ એક્ઝિક્યુટવ ઓફીસર મેરી બેરાએ કહ્યું હતું કે, કંપની દ્વારા ભારતમાં જે રોકાણ કરવામાં આવશે તેના દ્વારા અંદાજે 12000 રોજગારી ઊભી થશે. જનરલ મોટર્સના મુખ્ય આંતરરાષ્ટ્રીય અધિકારી સ્ટીફન ટેકોબીએ જણાવ્યું કે, જનરલ મોટર્સ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ઉત્પાદિત 10 નવી કાર લોન્ચ કરશે. કંપની આગામી વર્ષ 2020 સુધીમાં પોતાનો હિસ્સો વધારીને બમણો કરવાની યોજના ધરાવે છે. જનરલ મોટર્સે વર્ષ 2014માં ભારતમાં 56700 કારનું વેચાણ કર્યું હતું.

ગુજરાતમાં પ્લાન્ટ થશે બંધ
જનરલ મોટર્સ દ્વારા આગામી વર્ષોમાં જે 1 બિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે તે ભારત ખાતેના તેના પૂના નજીક તેલેગાઉ પ્લાન્ટમાં કરવામાં આવશે. જોકે, ગુજરાતના હાલોલ ખાતે આવેલો પ્લાન્ટ કંપની બંધ કરશે. વર્ષ 2016ની મધ્યમાં ગુજરાત ખાતેના હાલોલ પ્લાન્ટનું કામકાજ બંધ કરવામાં આવશે.