તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Snapdeal,amazon પર થઈ રહ્યો છે વાઈલ્ડલાઈફનો ગેરકાયદેસર ટ્રેડ: સરકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સરકારે કહ્યું છે કે snapdeal, amazon, alibaba, quikr, olx, eBay અને youtube જેવી પોપ્યુલર વેબસાઈટ પર દુલર્ભ વાઈલ્ડલાઈફ અને તેના પાર્ટસનો ગેરકાયદેસર ટ્રેડ થઈ રહ્યો છે. એન્વરોમેન્ટ મિનિસ્ટર અનિલ માધવ દવેએ કહ્યું કે, દુર્લભ પ્રાણીઓ અને તેના પાર્ટસની થઈ રહેલી ઓનલાઈન ચોરી રાજય અને કેન્દ્ર સરકારના રડાર પર છે. સાઈબર ક્રાઈમને રોકવા અંતર્ગત કેન્દ્ર અને રાજય સરકારની આ પ્રકારની ચોરી પર નજર છે. શું કહ્યું મિનિસ્ટર માધવ દવેએ...
દવેએ રાજય સભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ઘણી વેબસાઈટસ પર દુર્લભ પ્રાણીઓ અને તેના પાર્ટસના વેચાણની એડ કરવામાં આવી રહી છે. એન્વરોમેન્ટ મિનિસ્ટર દવેએ વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્ટ્રોલ બ્યુરો દ્વારા કલેકટ કરવામાં આવેલી 106 વેબસાઈટસનું લિસ્ટ રજૂ કર્યુ છે. સરકારે જે 106 વેબસાઈટસની માહિતી આપી છે તેમાં quikr, alibaba,ebay, youtube,amazon,pestmat અને snapdeal જેવી પોપ્યુલર વેબસાઈટસ સામેલ છે.
સરકારે ભર્યા આ પગલા
દવેએ જણાવ્યું હતું કે, વેબસાઈટસ પર થઈ રહેલી ગેરકાયદેસર પ્રવૃતિને રોકવા માટે સરકારે ઘણા પગલા ભર્યા છે. પોર્ટલ્સ પર વાઈલ્ડલાઈફના ટ્રેડની ઓફર અને પોસ્ટને ડિટેકટ કરવા માટે સાઈબર ક્રાઈમ નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. આ સિવાય રેગ્યુલર સાઈબર પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મિનિસ્ટરે જણાવ્યું હતું કે, વાઈલ્ડલાઈફના વેચાણની ઓફર ડિટેકટ થાય તો તેની ડિટેલ જાણકારી એકત્રિત કરવામાં આવે છે અને તેને એકશન માટે સંબધિત ઈન્ફોર્સમેન્ટ એજન્સીને મોકલવામાં આવે છે.
ઓનલાઈન ટ્રેડ પોર્ટલ્સની સાથે મેમાં થઈ મિટિંગ
ઓનલાઈન વાઈલ્ડલાઈફ ટ્રેડના મુદ્દા પર આ વર્ષે મેમાં ઓનલાઈન ટ્રેડ પોર્ટલ્સના રિપ્રેઝનટેટીવની સાથે મિટિંગ થઈ હતી. મિટિંગમાં જે તે સાઈટના પ્રતિનિધિને વાઈલ્ડલાઈફના ગેરકાયદેસર ટ્રેડિગ વિશે જણાવવામાં આવ્યું હતું. દવે જણાવ્યું હતું કે, ડબ્લૂસીસીબી દ્વારા ટ્રનિંગ અને અવેરનેસ પ્રોગ્રામ દરમિયાન ગેરકાયદેસર ઓનલાઈન વાઈલ્ડલાઈફ ટ્રેડના મામલાને હાઈલાઈટ કરવામાં આવ્યો હતો.
આગળની સ્લાઈડમાં વાંચો, WCCBએ લગાવ્યા હતા આરોપ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો