કંઈક આ રીતે કારને બદલી નાખશે Apple CarPlay

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ મોટર કારમાં આધુનિક ડેશ બોર્ડ દરેક વ્યક્તિ ઇચ્છે છે. કાર ચલાવનાર ડેશ બોર્ડમાં મલ્ટીમીડિયા અને ઇન્ફોટેનમેન્ટના તમામ ઉપકરણ ઇચ્છે છે. આઇફોનના જમાનામાં દરેક વ્યક્તિ ઉપયોગ કરવામાં ઝડપી સિસ્ટમ ઇચ્છે છે.

આવા જ લોકોની મુશ્કેલી દુર કરવા માટે એપલે હવે કાર પ્લે બનાવવાનું શરૂ કર્યું છે. મતલબ મોટરકારમાં હવે અત્યાધુનિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ હશે. આ સિસ્ટમ કાર પ્લે અને તેમાં કામ આવતી તમામ એપ પણ ઉપલબ્ધ હશે, જેને તમે અત્યાર સુધી આઇફોનમાં જોતા હતા.

જોકે એપલે આ કાર પ્લેને લઇને કાર નિર્માતાઓએ વધુ ઉત્સાદ દાખવ્યો નથી. જોકે તેની શરૂઆત બે વર્ષ પહેલા આઈઓએસ સિસ્ટમના નામથી થઈ હતી. પરંતુ હાલમાં જ જનરલ મોટર્સ સહિત અન્ય કાર કંપનીઓએ કાર પ્લેમાં રસ દાખવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કુલ મળીને આ વર્ષના અંત સુધીમાં 40 મોડલરની કારમાં કાર પ્લેનો ઉપયોગ થશે. ઉપરાંત કાર પ્લે 2016માં આવનારી કારમાં પણ જોવા મળશે.

એવામાં મોટો પ્રશ્ન એ છે કે, કાર પ્લે કેવી રીતે કાર ચલાવવાના અનુભવને શ્રેષ્ઠ બનાવશે. એક નજર એ પાંચ કારણો પર, જેના દ્વારા કાર ચલાવનાર અથવા કારમાં પ્રવાસ કરી રહેલ યાત્રિઓને સ્પષ્ટ તફાવત જોઈ શકશે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો.....એપલ કારપ્લેમાં શું હશે ખાસ....
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે