આ એકલી Bike ના દમ પર રોયલ એનફીલ્ડ કરે છે રાજ, 7 મહિનામાં વેચી 3 લાખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ ભારતીય મોટરસાઇલ માર્કેટમાં પાવરફુલ અને પર્ફોર્મન્સ બાઇક્સની ડિમાંડ ઝડપથી વધી છે. સિઆમના આંકડા અનુસાર 350થી 500 સીસી સેગમેન્ટની બાઇક્સના સેલ્સમાં એપ્રિલ-ઓક્ટોબર દરમ્યાન 25 ટકાથી વધુની વૃદ્ધિ થઇ. જોકે‍, આની પાછળ રોયલ એનફિલ્ડનો મોટો હાથ છે. મજાની વાત એ છે કે રોયલ એનફિલ્ડના પોર્ટફોલિયોમાં ઘણાં બાઇક્સ છે પરંતુ સેલ્સનો આંકડો ફક્ત એક જ બાઇકે જાળવી રાખ્યો છે. અને તે છે ક્લાસિક 350. 7 મહિનામાં 350 બાઇકના 3 લાખ યૂનિટ્સ વેચાયા છે.
 

350 સીસી સેગમેન્ટ પર એનફિલ્ડનું રાજ
 
250 સીસીથી વધુ અને 350સીસી સુધીની બાઇક સેગમેન્ટ પર રોયલ એનફિલ્ડનું રાજ છે. સિઆમના આંકડા અનુસાર આ સેગમેન્ટમાં રોયલ એનફિલ્ડની એપ્રિલ-ઓક્ટોબર 2017-18માં સેલ્સ 4,22,212 યૂનિટ્સ રહ્યું છે જ્યારે આ સેગમેન્ટના ટોટલ સેલ્સને જોઇએ તો તે 4,22,954 યૂનિટ્સ છે. એટલે કે આ સેગમેન્ટમાં એનફિલ્ડનો શેર 9 9 ટકા છે.  

અન્ય સમાચારો પણ છે...