તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્સિડીઝ લોન્ચ કરશે અત્યાર સુધીની સૌથી મોંઘી કાર, જાણો શું હશે કિંમત અને ફીચર્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ મર્સિડીઝ બેન્ઝ પોતાની અત્યાર સુધીની સૌથી મોંઘી કાર લોન્ચ કરવાની છે. કંપનીએ ફૂલી કન્વર્ટિબલ કાર મર્સિડીઝ-મેબેક S-650 કેબ્રિઓલેટને લોસ એન્જલસ ઓટો શોમાં શોકેસ કરી હતી. હવે તે 2017માં શરૂઆતના મહિનાઓમાં લોન્ચ કરવાની છે. મર્સિડીઝ-મેબેક S-650 કેબ્રિઓલેટ પહેલાથી મોજૂદ સૌથી મોંઘી કાર મર્સિડીઝ એસ-ક્લાસ કેબ્રિઓલેટનું અપગ્રેડેડ વર્જન છે. કંપની આ કારના માત્ર 300 મોડલ્સ જ બનાવશે અને તેમાં અનેક ફીચર્સ અને એક્સ્ટ્રા ક્રોમ છે.
શું હોઇ શકે છે કિંમત
મર્સિડીઝે એ જણાવ્યું નથી કે અમેરિકામાં એસ-650ની કિંમત કેટલી હશે. યુરોપમાં તેની કિંમત 3 લાખ યુરો હોઇ શકે છે. એટલે કે રૂપિયામાં તેની કિંમત 2.21 કરોડ થાય. અત્યાર સુધી મર્સિડીઝ-બેન્ઝ એસ65 એએમજી કેબ્રિઓલેટ સૌથી મોંઘી કાર છે. તેની કિંમત લગભગ 1.65 કરોડ રૂપિયા છે.
કેવા હશે ફીચર્સ
એન્જિનઃ 6.0 લીટર ટવીન-ટર્બો વી12
પાવરઃ 621 એચપી
ટોર્કઃ 1,000 એનએમ
7જી ટ્રોનિક સેવન સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
ટોપ સ્પીડઃ 155 એમએચપી
આગળની સ્લાઇડમાં જૂઓ, કારની આકર્ષક તસવીરો...
અન્ય સમાચારો પણ છે...