નવી દિલ્હીઃ ભારતમાં એક બાજું નાની કારનું બજાર પાછળ ધકેલાઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટ્સ યૂટિલિટી વ્હીકલ (એસયૂવી)ની માગ ઝડપથી વધી રહી છે. આ સેગમેન્ટમાં ડોમેસ્ટિક કાર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો દબદબો છે. જોકે સૌથી વધુ વેચાતી એસયૂવી કાર હ્યુન્ડાઈની ક્રેટા છે. જોકે, કંપનીઓ તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર જૂન 2016માં હોન્ડાની નવી બીઆર-વીએ ટોપ 10માં એન્ટ્રી કરે છે. એટલું જ નહીં, બીઆર-વીએ મહિન્દ્રાની એક્સયૂવી 500 અને ડસ્ટરને પાછળ છોડી દીધી છે.
હ્યુન્ડાઈ ક્રેટા આજે પણ નંબર વન
વેચાણઃ 7,700
એસયૂવી સેગમેન્ટમાં આજે પણ હ્યુન્ડાઈની ક્રેટા સૌથી વધારે વેચાતી કાર છે. વિતેલા કેટલાક મહિનાથી ક્રેટા ટોપ એસયૂવી બની ગઈ છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિઆમ)ના આંકડા અનુસાર જૂન 2016માં હ્યુન્ડાઈએ 7700 ક્રેટા કાર વેચાઈ હતી. જ્યારે વિતેલા વર્ષના સમાન ગાળામાં આ આંકડો 1641 યૂનિટ્સ હતો.
કિંમત : 9.15 લાખથી 14.5 લાખ રૂપિયા
એન્જિન : 4-લિટર CRDi ડીઝલ
પાવર : 89 બીએચપી
ટોર્ક : 200 એનએમ
આગળની સ્લાઈડ્સમાં વાંચો...અન્ય સૌથી વધુ વેચાતી એસયૂવી વિશે...