નવી દિલ્હીઃ કારનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો છે કે કોઈ નવો પાર્ટ લગાવવાનો છે તો તમારો ખર્ચ ખુબ જ વધી જાય છે. જોકે ભારતમાં કેટલાક શહેરોમાં એવા ખાસ માર્કેટ છે જયાં કારની એસેસરીઝ ખરીદવા અને કારને મોડીફાઈ કરવાનું ખુબ જ સસ્તુ પડે છે. અહીં તમને મોંઘા પાર્ટ પણ સસ્તા ભાવમાં મળી જશે. એવામાં તમે ઓટો કંપનીઓના શોરૂમમાંથી સામાન નથી લેવા માંગતા કે તમારું બજેટ ઓછું છે તો માર્કેટ તમારી પસંદને પુરી કરી શકે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે કયાં શહેરોમાં આ માર્કેટ છે જયાં ઓછા ભાવે કારની એકસેસરીઝ ખરીદી શકાય છે.
દિલ્હી
દિલ્હીમાં એક નહિ ચાર આવા માર્કેટ છે, જયાં તમે 40 ટકાથી 50 ટકા સસ્તી કાર એક્સેસરીઝ ખરીદી શકો છો. કિંમતમાં અંતર કારના મોડલના હિસાબથી અલગ-અલગ હોઈ શકે છે. અહીં તમે મ્યુઝીક સિસ્ટમ, વુફર, ટેલ લાઈટ, હેડલાઈટ, સાઈટ મિરરથી લઈને બંપર, ફલોર મેટ અને એલાય વ્હીલ સુધી લઈ શકો છો.
કરોલબાગ
ઓટો એક્સેસરીઝ માટે કરોલબાગ, દિલ્હીનું ખુબ જ પોપ્યુલર માર્કેટ છે. અહીં તમે દરેક પ્રકારની એક્સેસરીઝને ખરીદી શકો છો. કરોલબાગમાં ઘણી દુકાનો એવી પણ છે જયાં તમને પ્રોડકટસ પર વોરન્ટી પણ આપવામાં આવે છે.
માયાપુરી
સાઉથ વેસ્ટ દિલ્હીમાં સ્થિત માર્કેટ પણ ઓટો પાર્ટસ માટે ફેમસ છે. અહીં મોટા ભાગની પ્રોડકટસ સેકન્ડ હેન્ડ મળશે, કારણ કે આ એક સ્ક્રેપ માર્કેટ છે. આ કારણથી અહીં તમને ઓટો પાર્ટસ ખુબ જ સસ્તા ભાવ પર મળી શકે છે.
લજપત નગર
ઓટો એક્સેસરીઝ માટે લજપત નગર ખુબ જ પોપ્યુલર માર્કેટ છે. અહીં તમે દરેક પ્રકારની એક્સેસરીઝને ખરીદી શકો છો.
કાશમીરી ગેટ
કાશમીરી ગેટમાં તમને ઘણાં પ્રકારના ઓટોમોબાઈલ પાર્ટના ડિલર મળશે, જયાંથી તમે કાર એક્સેસરીઝને ઓછા ભાવે ખરીદી શકો છો.
આગળ વાંચો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.