તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીઝલ બેન: મેક ઈન ઈન્ડિયાને લાગી શકે છે ઝાટકો, કંપની બદલી રહી છે સ્ટ્રેટેજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો દિલ્હીમાં ડિઝલ વ્હીકલ્સના સેલ્સને બેન કરવાનો નિર્ણય કાર કંપનીઓ માટે ઝટકાથી ઓછો નથી. ઈન્ડસ્ટ્રીના જણાવ્યા અનુસાર, એનજીટીનો નિર્ણય ડીઝલ કાર કંપનીઓને અસર કરશે. સાથે જ કંપનીઓ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં કરવામાં આવનારે રોકાણ બાબતે વિચારી રહી છે. એનજીટીના નિર્ણયથી ડિઝલ કારોની ડિમાન્ડ તેજીથી ઘટી રહી છે.
ફયુચર ઈન્વેસ્ટમેન્ટ પર ઉઠયા સવાલો
એનજીટીએ 10 વર્ષ જૂની ડિઝલ કારોને દિલ્હી-એનસીઆરમાં બેન કર્યા બાદ વિશ્વની સૌથી મોટી કંપની ટોયાટોએ સંકેત આપ્યા છે કે તે પોતાના ભારતમાં કરવામાં આવનારા રોકાણને રોકી શકે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, દેશમાં કરવામાં આવનારા રોકાણને રોકવામાં આવશે.
હોન્ડા ડિઝલ કારોની ડિમાન્ડથી ખુબ જ નિરાશ છે અને ભારતમાં કંપનીનો સેલ્સ પ્લાન રોકાઈ ગયો છે. હોન્ડાએ કહ્યું છે કે તે ડિઝલ વોરીઅન્ટસના મામલામાં ભવિષ્યને લઈને ખાસ ઉત્સાહિત નથી. આ ઉપરાંત તે વિશ્વાસ સાથે પ્લાન કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી.
ડિઝલ કારોનું ધટયું માર્કેટ
આંકડાઓ પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે વર્ષ 2010માં કુલ પેસેન્જર ઈન્ડસ્ટ્રીમાં પેટ્રોલ કારોનું વોલ્યુમ 65 ટકા અને ડિઝલનું માર્કેટ 35 ટકા હતું. 2015માં પેટ્રોલ કારોનું વેચાણ 52 ટકા થઈ ગયું હતું. જયારે ડિઝલ વ્હીકલ્સનું સેલ્સ તેજીથી વધીને 48 ટકા થઈ ગયું હતું.
આગળની સ્લાઈડમાં- ટોયોટા નહીં લોન્ચ કરે નવું મોડલ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો